+

પહેલી જ વખત વડાપ્રધાન મોદીનો રાહુલ પર આવો પ્રહાર, અદાણી-અંબાણી પાસેથી તમે કેટલા રૂપિયા લઇને બોલવાનું બંધ કર્યું ?

તેલંગાણાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જોરદાર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે, તેલંગાણાની સભામાં તેમને કોંગ્રેસ અને શેહજાદા રાહલ ગાંધી પર મોટો પ્રહાર કરીને સવાલ ઉઠાવ્યાં, મોદીએ કહ્યું કે અત્યાર સુધી તમે અદાણ

તેલંગાણાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જોરદાર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે, તેલંગાણાની સભામાં તેમને કોંગ્રેસ અને શેહજાદા રાહલ ગાંધી પર મોટો પ્રહાર કરીને સવાલ ઉઠાવ્યાં, મોદીએ કહ્યું કે અત્યાર સુધી તમે અદાણી-અંબાણીને ગાળો આપતા હતા, હવે તમે ચૂપ થઇ ગયા છો તો તેના માટે તમે અદાણી-અંબાણી પાસેથી કેટલા રૂપિયા ઉઠાવ્યાં છે ?

મોદીએ કહ્યું કે તેલંગાણાની ધરતી પરથી પૂછવા માંગુ છું કે, શહેજાદા જાહેર કરે કે આ ચૂંટણીમાં અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે, કાળા ધનની કેટલી બોરી ભરીને તમને મળી છે ? નોટોનો ટેમ્પો કોંગ્રેસ પાસે પહોંચ્યો છે કે શું ? સોદો થયો છે કે તમે રાતો રાત અંબાણી-અદાણીને ગાળો બોલવાનું બંધ કરી નાખ્યું ? જરૂર દાળમાં કંઇક કાળું છે. પાંચ વર્ષ સુધી અંબાણી-અદાણીને ગાળો બોલી હવે બોલવાનું બંધ કરી નાખ્યું.

મોદીએ સવાલ કર્યો કે રાહુલ ગાંધી ચુપ કેમ થઇ ગયા ?

શું ઉદ્યોગપતિઓ પાસેથી માલ લઇને બેસી ગયા છે રાહુલ ?

રાહુલ ગાંધી સતત અંબાણી અને અદાણીને લઇને મોદી સરકારને ઘેરી રહ્યાં હતા, તેઓએ મોદી સરકાર ઉદ્યોગપતિઓની સરકાર કહીને સતત સરકારની નીતિઓની ટીકા કરી હતી, સાથે જ તેમને એરપોર્ટથી માંડીને પોર્ટ અદાણીને આપવા મામલે પણ મોદી સરકાર પાસે જવાબ માંગ્યો હતો. રાહુલ ગાંધી લોકો વચ્ચે જઇને કહેતા હતા કે મોદી માત્ર અંબાણી અને અદાણીના છે, તેઓ દેશના નથી, મોદીએ ઉદ્યોગપતિઓના હજારો કરોડ રૂપિયના દેવા માફ કરી દીધા અને ભાજપે ખેડૂતોના દેવા માફ કર્યાં છે, મોદીને ખેડૂત વિરોધી પણ ચિતરી નાખવામાં આવ્યાં હતા. જો કે હવે રાહુલની ચુપ્પી પર મોદી સવાલ ઉઠાવી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

Trending :
facebook twitter