+

વેકેશનમાં ડોમિનિકન ગયેલી 20 વર્ષીય મૂળ ભારતીય વિદ્યાર્થીની ગુમ, હજુ સુધી કોઇ પત્તો નથી

ન્યૂયોર્ક: ડોમિનિકન રિપબ્લિકના પ્રવાસ દરમિયાન 20 વર્ષીય મૂળ ભારતીય- અમેરિકન વિદ્યાર્થીની રહસ્યમય રીતે ગુમ થઇ છે. આ કેસમાં યુએસ સત્તાવાળાઓએ 24 વર્ષના યુવકની પૂછપરછ શરૂ કરી છે. સુદીક્ષા કોનાન્કી ભારતીય-

ન્યૂયોર્ક: ડોમિનિકન રિપબ્લિકના પ્રવાસ દરમિયાન 20 વર્ષીય મૂળ ભારતીય- અમેરિકન વિદ્યાર્થીની રહસ્યમય રીતે ગુમ થઇ છે. આ કેસમાં યુએસ સત્તાવાળાઓએ 24 વર્ષના યુવકની પૂછપરછ શરૂ કરી છે. સુદીક્ષા કોનાન્કી ભારતીય-અમેરિકી નાગરિક છે. છેલ્લીવાર તે 6 માર્ચે પુન્ટા કેના શહેરના રિયુ રિપબ્લિક રિસોર્ટમાં જોવા મળી હતી. અમેરિકન એજન્સી ગુમ થયેલી વિદ્યાર્થીની શોધખોળ કરી રહી છે.

કોનાન્કી છેલ્લે આ વ્યક્તિ સાથે જોવા મળી હતી

વર્જિનિયામાં કોનાન્કીના હોમટાઉનમાં લાઉડાઉન કાઉન્ટી શેરિફ ઓફિસના પ્રવક્તા ચાડ ક્વિને યુએસએ ટુડેને જણાવ્યું કે સુદીક્ષા ગુમ થયા પહેલા જોશુઆ રીબે સાથે રિસોર્ટમાં જોવા મળી હતી. 

વર્જિનિયાના લોડાઉન કાઉન્ટીમાં રહેતી કોનાન્કી યુનિવર્સિટીની 5 મહિલા મિત્રો સાથે પુંતા કેના ગઈ હતી. આ કેસમાં પોલીસને જાણવા મળ્યું છે કે 6 માર્ચની સવારે હોટલની લોબીમાં આ યુવતીઓ દારૂ પી રહી હતી. ગુમ થયેલી યુવતી સવારે 4:15 વાગ્યે બે યુવકો સાથે બીચ પર જોવા મળી હતી.

નોંધનિય છે કે હાલમાં સ્થાનિક પોલીસ અને અન્ય એજન્સીઓ આ યુવતીની શોધખોળ કરી રહી છે, કારણ કે અગાઉ પણ ભારતીયો ગુમ થયાના કિસ્સા છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter