ખાનગી ટ્રાવેલ્સે અડફેટે લેતાં યુવકનું મોત થયું હતુ
પોલીસે સીસીટીવી ચેક કરતા અકસ્માતની ઘટના હોવાનો ખુલાસો
મૃતકના પિતાએ ગણેશ ગોંડલ પર લગાવ્યાં હતા આક્ષેપ
ગોંડલઃ રાજકોટના ગોંડલમાં ગુમ થયેલા યુવકના શંકાસ્પદ મોત મામલે નવો વળાંક આવ્યો છે. જેમાં યુવકના મોત પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. આ ફૂટેજમાં યુવક રસ્તા પર નિર્વસ્ત્ર હાલતમાં પસાર થતો જોવા મળી રહ્યો છે. મૃતક રાજકુમાર જાટના મોત પહેલાંનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. સીસીટીવી મુજબ યુવક 3 માર્ચના દિવસે વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ રાજકુમાર નિર્વસ્ત્ર હાલતમાં રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર ચાલીને જતો જોવા મળી રહ્યો હતો.
પોલીસ તપાસમાં મહાસાગર ટ્રાવેલ્સના બસચાલક દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હોવાનું સામે આવતા પોલીસે બસચાલકની અટકાયત કરી બસને કબ્જે લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે, અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. 150થી વધુ સીસીટીવી કેમેરા પોલીસે તપાસ્યા હતા. જેમાં મહાસાગરની ટ્રાવેલ્સની 3131 નંબરની બસ પસાર થઈ હતી. ડ્રાઇવરે માલિકને જાણ કરી ન હતી અને માત્ર ક્લીનરને જાણ કરી હતી. 12થી વધુ મોટાં અને 30થી વધુ અન્ય વાહનો પસાર થતાં સીસીટીમાં દેખાયાં હતાં. 6 તારીખે રૂરલ પોલીસે ગુમ યુવકની નોંધ કરી હતી.
યુવાનના મોત બાદ મૃતક યુવાનનાં પરિવારજનો દ્વારા હત્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે, જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પરિવાર પર આરોપ લાગ્યા છે. જો કે હાલમાં તો પોલીસ તપાસમાં અકસ્માતથી યુવતનું મોત થયાનું સામે આવ્યું છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/