પોરબંદરની મહિલા અને સગીરાને અમદાવાદમાં લાવી દેહવ્યાપારમાં ધકેલવાનો પ્રયાસ - Gujarat Post

11:03 AM Aug 07, 2025 | gujaratpost

રાજકોટના શખ્સ અને મહિલાએ બેંકમાં નોકરીની લીલચ આપી હતી

હોટલમાં બંધક બનાવી પુત્રને મારી નાખવાની ધમકી આપી

એક શખ્સની ધરપકડ કરવામાં આવી

અમદાવાદઃ પોરબંદરના નાનકડા ગામડામાંથી એક મહિલા તથા સગીરાને બેંકમાં નોકરી આપવવાનું કહી બે યુવકો અમદાવાદ લઈને આવ્યાં હતા. શહેરના નિકોલ વિસ્તારમાં હાઈવેની એક હોટલમાં બંનેને રાખવામાં આવ્યાં હતા. અને બંનેને દહેવ્યાપારના ધંધામાં ધકેલવા મજબૂર કરવામાં આવ્યાં હતા. જોકે, આ સમગ્ર મામલે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી દીધી હતી.

આ અંગે જાણ થતાં નિકોલ પોલીસ ટીમ તાત્કાલિક હોટલ પર પહોંચી હતી અને રેડ કરી બંને યુવતીઓને બચાવી લીધી હતી, ત્યારે હોટલના રૂમમાંથી દારૂ અને ગાંજો પણ મળી આવ્યો હતો.

બેંકમાં નોકરી અપાવવાનું કહીને અમદાવાદ લઈ આવ્યાં હતા. અહીંયા નોકરી મળી નહીં મળતા બંનેની સાથે આવેલા એક બાળકને આ યુવકો મારી નાખશે તેમ કહીને બ્લેક મેઇલ કરવા લાગ્યા હતા અને તેમને દેહવિક્રય કરવા મજબૂર કરી હતી. વાતથી ગભરાઈ ગયેલી પીડિતાઓએ  તેમના સ્વજનોને ફોન કરીને આ વાત કહી હતી.ત્યાર બાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જેથી નિકોલ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને તેમને બચાવી લીધા હતા.