આરોપી પાસેથી રૂપિયા 50 હજાર રિકવર કરવામાં આવ્યાં
સાબરકાંઠાઃ એસીબીની ટીમે વધુ એક ટ્રેપ કરીને લાંચિયા બાબુને સબક શિખવી દીધો છે, જગદીશકુમાર ગણેશભાઇ ડાભી, મામલતદાર, (વર્ગ-2), પ્રાંતિજ, જી.સાબરકાંઠા અને કમલેશકુમાર અશોકભાઇ પરમાર, આઉટ સોર્સ (ડ્રાઇવર), પ્રાંતિજ મામલતદાર કચેરી, જી.સાબરકાંઠાને લાંચ લેતા ઝડપી લીધા છે.
ગુનાનુ સ્થળ: પ્રાંતિજ મામલતદાર કચેરીના પાર્કીંગમાં પાર્ક કરેલી આરોપી ડ્રાઇવરની ઇકો ગાડીમાં લાંચ લીધી હતી
ફરીયાદીની ગાડીઓ રેતી-કપચી સહિતનો માલ ટ્રાન્સફર કરવા પ્રાંતિજથી અમદાવાદ ફરતી હતી. જેમાં ઓવર વજનની ગાડીઓ નહીં પકડવા અને મોટો દંડ નહીં કરવા મામલતદારના કહેવાથી ડ્રાઇવરને લાંચ આપવા જણાવ્યું હતુ, જેમાં 10 હજાર લેખે 5 ગાડીના 50 હજાર રૂપિયાની લાંચ નક્કિ કરાઇ હતી.
લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેઓએ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો, જેમાં લાંચના છટકાનુ આયોજન કરાયું હતુ, આરોપી ડ્રાઇવરે ફરિયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરીને લાંચના નાણાં સ્વિકાર્યા હતા ત્યારે જ એસીબીએ ટ્રેપ કરી હતી.
ટ્રેપીંગ ઓફીસર: એચ.બી.ચાવડા
ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર
ગાંધીનગર એ.સી.બી. એકમ
સુપર વિઝન અધિકારી: એ.કે.પરમાર
મદદનીશ નિયામક
ગાંધીનગર એ.સી.બી. એકમ