મુન્દ્રામાં બે કસ્ટમ અધિકારીઓ ACB ની ઝપેટમાં આવી ગયા, રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપાયા

09:32 PM Feb 26, 2024 | gujaratpost

કચ્છઃ કસ્ટમ વિભાગના બે અધિકારીઓ સામે એસીબીએ મોટી કાર્યવાહી કરી છે, ફરીયાદીએ વિદેશથી હેન્ડ બેગોનો આયાત ઓર્ડર આપેલો જે હેન્ડ બેગોનું કન્ટેનર મુન્દ્રા પોર્ટ પર લવાયું હતુ, જેમાં શૈલેષ મનસુખભાઇ ગંગદેવ, સુપ્રિટેન્ડટ ઓફ કસ્ટમ, વર્ગ-2, મુન્દ્રા, આલોકકુમાર શ્રીલક્ષ્મીકાંન્ત દુબે , સુપ્રિટેન્ડટ ઓફ કસ્ટમ (પ્રિવેન્ટીવ વિભાગ) મુન્દ્રા વર્ગ-2 અને રમેશ ગોપાલભાઇ ગઢવી(ખાનગી વ્યક્તિ) એ ફરીયાદીના કન્ટેનરને લઇને ક્વેરી કાઢી હતી તથા આ કન્ટેનરને પોર્ટ પરથી ક્લિયરન્સ કરી આપવા માટે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.

ફરીયાદી સાથે રૂબરૂમાં વાતચીત કરીને રૂ.1 લાખની લાંચની માંગ કરાઇ હતી, ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને  કચ્છ (પશ્વિમ) એસીબી પોલીસ સ્ટેશન, ભૂજમાં ફરીયાદ આપી હતી, જેને આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતુ, જેમાં શૈલેષ અને રમેશે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી હતી. શૈલેષે આલોકકુમાર સાથે ફોન પર લાંચના નાણાં બાબતે પણ વાતચીત કરી હતી, ત્યાર બાદ મુદ્રા પોર્ટ પર જ લાંચની રકમ સ્વીકારતા શૈલેષને એસીબીએ ઝડપી પાડ્યો હતો, આ ત્રણેયે સાથે મળીને લાંચ લેતા તેમની અટકાયત કરીને એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે, આ ગેંગે અગાઉ પણ અનેક વેપારીઓ પાસેથી આવી રીતે રૂપિયા પડાવ્યાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.તે દિશામાં પણ તપાસ થાય તે જરૂરી છે.

ટ્રેપીંગ અધિકારી: એલ.એસ.ચૌધરી,
ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર, કચ્છ (પશ્વિમ) એ.સી.બી. પો.સ્‍ટે. ભૂજ

સુપર વિઝન અધિકારી: કે.એચ.ગોહિલ
મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભૂજ-કચ્‍છ

 

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post