+

ભાજપને રૂપાલા પ્રત્યેનો પ્રેમ ભારે પડી શકે છે... ક્ષત્રિયોએ હવે પાટીલના કાર્યક્રમમાં ખુરશીઓ ઉછાળી-કાળા વાવટા દેખાડ્યાં

દ્રારકાઃ રાજકોટ બેઠક પરથી ભાજપે પરસોત્તમ રૂપાલાને ન હટાવીને સંદેશ આપી દીધો છે કે અમારા પર વિરોધની કોઇ અસર થવાની નથી, અમારા રાજકોટ લોકસભા બેઠક પરના ઉમેદવાર રૂપાલા જ રહેશે. બીજી તરફ ક્ષત્રિય સમાજનો વ

દ્રારકાઃ રાજકોટ બેઠક પરથી ભાજપે પરસોત્તમ રૂપાલાને ન હટાવીને સંદેશ આપી દીધો છે કે અમારા પર વિરોધની કોઇ અસર થવાની નથી, અમારા રાજકોટ લોકસભા બેઠક પરના ઉમેદવાર રૂપાલા જ રહેશે.

બીજી તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે. જામખંભાળિયામાં કમલમના લોકાર્પણ કાર્યક્રમમાં સી.આર. પાટીલના કાર્યક્રમમાં જોરદાર વિરોધ થયો હતો, અહીં કાળા વાવટા ફરકાવીને વિરોધ કરાયો હતો અને ખુરશીઓ ઉછળી હતી. સ્થિતી તંગ બનતા પોલીસે કાફલો ઉતારી દીધો હતો અને વિરોધ કરનારા પ્રદર્શનકારીઓને અટકમાં લીધા હતા.

બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તોરામાંથી ક્ષત્રિય સમાજની મહિલાઓએ હવે જૌહર કરવાની ચીમકી આપી છે, જો બેફામ રૂપાલાને ભાજપ નહીં હટાવે તો પાંચ મહિલાઓએ જૌહરની ચીમકી આપી છે, જેમાં બોપલમાં કેટલીક મહિલાઓને નજરકેદ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.

ક્ષત્રિય સમાજની એક જ માંગ છે તેમની દિકરીઓનું અપમાન કરનારા રૂપાલાને હટાવો, ભાજપ આ મુદ્દાને કંઇ ખાસ લઇ રહ્યું નથી, પરંતુ જો ક્ષત્રિયોની માંગ નહીં સ્વીકારાય તો તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપે રોષનો સામનો કરવો પડી શકે છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter