ખેડાઃ રાજ્ય કક્ષાના 78 માં સ્વતંત્ર દિવસની ખેડા જિલ્લાના નડિયાદમાં ઉજવણી કરવામાં આવી, આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યાં હતા, શહેરના કપડવંજ રોડ પર આવેલા એસઆરપી કેમ્પમાં ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને સીએમ પટેલે ઝંડાને સલામી આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતમાં નવા ધંધાની અનેક તકો ઉભી થઇ છે અને તેમને વિકાસની વાત કરી હતી, તેમને કહ્યું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલને વંદન છે. સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યુ છે અને મહાન નેતાઓએ આપણને આઝાદી અપાવી છે.
આ કાર્યક્રમમાં ભાજપના અનેક નેતા, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને તેમને 15 ઓગસ્ટના આ પર્વની ઉજવણી કરી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526