ખેડામાં ACB ટ્રેપઃ સબ રજીસ્ટ્રાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર 3 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો

07:47 PM Mar 01, 2024 | gujaratpost

ખેડાઃ નડિયાદમાં દસ્તાવેજ નોંધણી કેન્દ્રમાં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચારની બૂમો ઉઠી રહી છે, જેમાં હવે વી.આર.વસાવા, પીઆઇ, ખેડા એ.સી.બી. પો.સ્ટે, નડીયાદની ફરિયાદને આધારે એક શખ્સને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો છે. મેઘરાજસિંહ બળવંતસિંહ છાસટીયા, કોમ્પ્યુટર ઓપરેટર (કરાર આધારિત), સબ-રજીસ્ટ્રાર કચેરી દસ્તાવેજ નોંધણી કેન્દ્ર નડીયાદને 3 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે.

નડિયાદ સબ રજીસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતાં અધિકારી/કર્મચારીઓ અરજદારો પાસેથી મિલ્કત સબંધીત દસ્તાવેજો અંગે ઇન્ડેક્ષની નકલ કાઢી આપવા રૂ. 1 હજારથી 3 હજાર સુધીની લાંચ લેતા હોવાની માહિતી મળી હતી, જેમાં ડીકોયરનો સંપર્ક કરીને છટકાનું આયોજન કરાતા આરોપીએ ડીકોયરને અગાઉ ખરીદેલી મિલ્કતની નકલ કાઢી આપવા માટે લાંચ માંગી હતી.
જેમાં લાંચની રકમની વાતચીત કરીને ત્રણ હજાર રૂપિયા લેતા આરોપી ઝડપાઇ ગયો છે, હવે તપાસનો વિષય એ છે આ કચેરીમાં અન્ય કેટલા લાંચિયા બાબુઓ બેઠા છે, જેઓ પણ આ લાંચકાંડમાં સંડોવાયેલા હોય.

ડીકોય કરનાર અધિકારીઃ વી.આર.વસાવા,
પો.ઇ, ખેડા એ.સી.બી.પો.સ્ટે, નડીયાદ તથા ટીમ

સુપરવિઝન અધિકારીઃ કે.બી.ચૂડાસમા,
મદદનીશ નિયામક, એ.સી.બી,
અમદાવાદ એકમ

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post