+

ભાજપ અને પોલીસની પોલ ખોલનારા માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને તેમની જ પાર્ટી ભાજપે કર્યાં સસ્પેન્ડ

ખેડાઃ છેલ્લા ઘણા સમયથી પોતાની જ ભાજપ સરકારની પોલ ખોલનારા માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ભાજપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાં છે. તેમને ગઇકાલે જ લીંબાસીમાં બુટલેગરને ત્યા રેડ કરીને દારૂની બોટલોન

ખેડાઃ છેલ્લા ઘણા સમયથી પોતાની જ ભાજપ સરકારની પોલ ખોલનારા માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ભાજપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાં છે. તેમને ગઇકાલે જ લીંબાસીમાં બુટલેગરને ત્યા રેડ કરીને દારૂની બોટલોનો વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. ત્યાર બાદ તેમને સસ્પેન્ડ કરાયા છે.

કેસરીસિંહ સોલંકી છેલ્લા ઘણા સમયથી અમૂલ ડેરીનો ભ્રષ્ટાચાર ઉજાગર કરી રહ્યાં છે. તેઓ ભાજપમાં હોવા છંતા પોતાની જ પાર્ટીની પોલ ખોલી રહ્યાં છે. તેઓ સત્ય ઉજાગર કરતા હતા, જેથી ભાજપને આ વાત મંજૂર નથી અને તેમને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.

અમૂલ ડેરીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, બૂટલેગરો અને પોલીસની મિલિભગત સહિતના અનેક મુદ્દે કેસરીસિંહે ભાજપ સરકાર સામે બાંયો ચઢાવી હતી, જેમને હવે ભાજપે બહારનો રસ્તો બતાવી દીધો છે. જો કે તેઓ પોતાની લડત આગળ વધારશે તે નક્કિ છે.

facebook twitter