+

કપડવંજના કેસમાં પરિવારને ન્યાય આપો..ખેડામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જે કિટલીઓની વાત કરી હતી, તેવી જ કિટલીઓનું નામ સ્યૂસાઇડ નોટમાં છે

(ચા કરતા કીટલી ગરમ...અધિકારીઓની દાદાગીરી વધી ગઇ છે) (કપડવંજની બધી જ કચેરીઓમાં ભ્રષ્ટાચારી બાબુઓ અને તેમના દલાલોનો ત્રાસ) ખેડાઃ થોડા દિવસ પહેલા જ સારસાના કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલને સરકારી

(ચા કરતા કીટલી ગરમ...અધિકારીઓની દાદાગીરી વધી ગઇ છે)

(કપડવંજની બધી જ કચેરીઓમાં ભ્રષ્ટાચારી બાબુઓ અને તેમના દલાલોનો ત્રાસ)

ખેડાઃ થોડા દિવસ પહેલા જ સારસાના કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલને સરકારી અધિકારીઓની હેરાનગતિ અને માનસિક ત્રાસની ફરિયાદો મળી હતી, ત્યારે ભોળા ભાવે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહી દીધું હતુ કે આ કિટલીઓ શાંત થઇ જવી જોઇએ,
અને તે પછીના બે-ત્રણ દિવસમાં આ જ ખેડા જિલ્લાના નાનીઝેર પાસે એક કોન્ટ્રાક્ટરની લાશ ઝાડ પર લટકી રહી હતી, મૃતકે અધિકારીઓના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ સ્યૂસાઇડ નોટમાં કર્યો છે. એટલે કે ભ્રષ્ટ કીટલીઓએ કોઇનો જીવ લઇ લીધો કહી શકાય.

મૃતકે સીએમ ભૂપેન્દ્ર પટેલને સંબોધીને લખી નોટ

સીએમ ભૂપેન્દ્ર પટેલને સંબોધીને લખાયેલી આ સ્યૂસાઇડ નોટમાં ડે.એન્જિનિયર જીગર કડિયા, એસઓ દિપક ગુપ્તા સહિતના અધિકારીઓના નામો છે, સ્યૂસાઇડ નોટમાં કનુભાઇ પટેલે પોતાની વ્યથા કહી છે, તેમાં 4 કરોડ રૂપિયાની વાત છે, અધિકારીઓએ ગેંગ બનાવીને ઘડિયા રોડના બિલ પણ તેમના પાસ કર્યાં ન હતા અને તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.દોઢ વર્ષથી આ રોડનું કામ ચાલુ હતુ અને આ રોડના સબ કોન્ટ્રાક્ટર કનુભાઇ પટેલ પાસે મજૂરોને આપવા પૈસા પણ ન હતા. સ્યૂસાઇડ નોટ દર્દનાક છે, કનુભાઇ માનસિક રીતે એટલા તૂટી ગયા હશે કે તેમને પોતાના પરિવારનો પણ વિચાર નહીં આવ્યો હોય અને આત્મહત્યા કરવા તેઓ મજબૂત થયા હશે

(જીગર કડિયાનો ફોટો)

કપડવંજ પોલીસે તટસ્થ રીતે તપાસ કરવી જોઇએ

કપડવંજ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે, પરંતુ જે લોકોના સ્યૂસાઇડ નોટમાં નામો છે તે ભ્રષ્ટ અધિકારીઓએ લાખો રૂપિયા ભેગા કર્યાંનું કેટલાક કોન્ટ્રાક્ટરો કહી રહ્યાં છે, જેથી આ ભ્રષ્ટ અધિકારીઓ આ કેસ વિખેરવા માથા મારી જ રહ્યાં હશે,કોઇ
નેતા, કોન્ટ્રાક્ટર કે અન્ય વ્યક્તિઓએ આવા અધિકારીઓની ભૂલથી પણ ભલામણ કરવી જોઇએ નહીં. પોલીસે એ વિચારવું જોઇએ કે આજે કનુભાઇનો પરિવાર રડી રહ્યો છે કાલે ગમે તે નિર્દોષ વ્યક્તિનો જીવ જઇ શકે છે.

જીગર કડિયા અને દિપક ગુપ્તાના કારનામાની તપાસ કરો

જીગર અને દિપક જેવા આ ભ્રષ્ટ અધિકારીઓનો જે રોડમાં રોલ છે તે તમામ રોડની ગુણવત્તા તાત્કાલિક ચેક થવી જોઇએ અને તેમના નજીકના કોન્ટ્રાક્ટરોની કમિશનબાજીની તપાસ પણ થવી જોઇએ, કેટલાક કોન્ટ્રાક્ટરો આ અધિકારીઓ માટે ખાસ બની ગયા છે અને તેઓ જ તોડબાજી શીખવી રહ્યાં હોવાની પણ ચર્ચાઓ થઇ રહી છે.

જીગર કડિયાએ અનેક કોન્ટ્રાક્ટરોને ખંખેર્યાં

જીગર કડિયાનું નામ પડે એટલે કોન્ટ્રાક્ટરોએ કમિશન આપ્યાં વગર છૂટકો નથી, તેને જ્યાં જ્યાં નોકરી કરી છે અને જે બિલો પાસ કર્યાં છે તેની તમામ વિગતોની તપાસ કપડવંજ પોલીસ અને રાજ્ય સરકારે કરાવવી જોઇએ, આરએન્ડબીના અધિકારીઓ રૂપિયા માટે કોઇનો જીવ લેતા પણ ખચકાતા નથી, તેવું નિર્દોષ કનુભાઇની સ્યૂસાઇડ નોટ કહી રહી છે, અગાઉના કપડવંજ અને આસપાસ બનેલા રોડોની ગુણવત્તા હલકી કક્ષાની હોવાનું અહીંની જનતા જ જોઇ રહી છે, અનેક રજૂઆતો હોવા છંતા આ ભ્રષ્ટ બાબુઓ કોઇનું સાંભળતા નથી અને પોતાના ખિસ્સા ગરમ કરી રહ્યાં છે, હવે ઘડિયા રોડના સબ કોન્ટ્રાક્ટર કનુભાઇ પટેલની આત્મહત્યાનો મામલો સરકાર માટે પણ ચિંતાનો વિષય છે, અધિકારીઓના ત્રાસથી કોઇ પરિવાર આજે વિખેરાઇ ગયો છે.

ભાજપના ધારાસભ્યએ પણ ન્યાય માટે કરી છે માંગ

કપડવંજ-કઠલાલના ધારાસભ્ય રાજેશ ઝાલા આ સમગ્ર ઘટનાની જાણ છે, કનુભાઇ પટેલે આ અધિકારીઓની હેરાનગતિની ફરિયાદ રાજેશ ઝાલાને કરી હતી, તેમને વાત સાંભળીને સરકારી બાબુઓને કહ્યું હતુ કે આ હેરાનગતિ બંધ કરો, તેમ છંતા જીગર જેવા ભ્રષ્ટાચારીએ કનુભાઇને છોડ્યાં નહીં. આ મામલે રાજેશ ઝાલા પણ મૃતકના પરિવાર સાથે છે અને તેઓ પણ ન્યાય માંગી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

Trending :
facebook twitter