પાકિસ્તાનથી મોટા સમાચાર...11 વર્ષ જેલમાં રહેલા આસિફ અલી ઝરદારી બનશે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ

09:39 PM Mar 09, 2024 | gujaratpost

ઇસ્લામાબાદઃ ફરી એક વખત પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના સહ અધ્યક્ષ આસિફ અલી ઝરદારી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલના ઉમેદવાર મહેમુદ ખાનને તેમની હરાવી દીધા છે.

ઝરદારી પાકિસ્તાનના 14 માં રાષ્ટ્રપતિની શપથ લેવા જઇ રહ્યાં છે. નેશનલ એસેમ્બલીમાં તેમને કુલ 255 વોટ મળ્યાં છે. મહેમુદ ખાન અચકઝાઈને 119 વોટ મળ્યાં છે. આસિફ ઝરદારીને નેશનલ એસેમ્બલી અને ચાર પ્રાંતોમાં કુલ 411 વોટ મળ્યાં છે. જ્યારે અચકઝાઈને કુલ 181 વોટ મળ્યાં છે. ઝરદારી વર્ષ 2008 થી 2013 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા અને ફરીથી પણ તેમને આ પદ મળ્યું છે. તેઓ હવે ડો.આરિફ અલ્વીની જગ્યાએ નવા રાષ્ટ્રપતિ હશે.

ઝરદારીના પત્ની અને પાકિસ્તાનના પૂર્વ પીએમ બેનઝીર ભુટ્ટોની હત્યા થઇ હતી, ઝરદારી લગભગ 11 વર્ષ સુધી જેલમાં હતા. તેમના પર ભ્રષ્ટાચાર સહિતના અનેક કેસ ચાલી રહ્યાં હતા અને તેમને જેલ મોકલી દેવામાં આવ્યાં હતા, જો કે હવે તેઓ ફરીથી રાષ્ટ્રપતિ બનવા જઇ રહ્યાં છે. ત્યારે તેમની જીતથી ખાસ કરીને ઇમરાન ખાનને મોટો ફટકો પડ્યો છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post