+

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની ફાઇનલ મેચ જોવા આવશે વડાપ્રધાન મોદી, ઓસ્ટ્રેલિયાના પીએમ પણ હાજરી આપી શકે છે

અમદાવાદઃ ODI ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચ 19મી નવેમ્બરે અમદાવાદમાં રમાશે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચની ટક્કર થવાની છે. વર્લ્ડકપની આ ફાઈનલ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે.

અમદાવાદઃ ODI ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચ 19મી નવેમ્બરે અમદાવાદમાં રમાશે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચની ટક્કર થવાની છે. વર્લ્ડકપની આ ફાઈનલ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે. તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત- ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ નિહાળશે.ગૃહમંત્રી અમિત શાહ પણ સ્ટેડિયમમાં હાજર રહેશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ ફાઈનલ મેચ જોવા અમદાવાદ આવી શકે છે. જો કે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાએ આ વાતની પુષ્ટિ નથી કરી.

ભારત સરકારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડકપ મેચ જોવા માટે આવવા આમંત્રણ મોકલ્યું છે. ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી વડાપ્રધાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. બંને મેચ જોવા માટે અમદાવાદ આવી શકે છે. 

એરફોર્સ મોટેરાના આકાશમાં કરતબ બતાવશે

વર્લ્ડકપ 2023ની ફાઈનલ માટે બે ટીમો નક્કી કરવામાં આવી છે. ફાઈનલ મેચ 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ સિવાય ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની અને કપિલ દેવ પણ મેચ જોવા આવી શકે છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચને યાદગાર અને ખાસ બનાવવા માટે એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. મેચની શરૂઆત પહેલા ભારતીય વાયુસેના આકાશમાં ફાઈટર પ્લેનથી સ્ટંટ કરશે અને ક્રિકેટ ચાહકોનું મનોરંજન કરશે. નોંધનિય છે કે ટીમ ઈન્ડિયા આ વર્લ્ડકપમાં એક પણ મેચ હારી નથી. ટીમ ઈન્ડિયા સતત 10 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ પણ છે 8 મેચ સતત જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે બંને દેશો વચ્ચે ટક્કર થવા જઇ રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter