પીઓકેમાં ભારતીય સેનાનું ઓપરેશન, અંદાજે 90 આતંકવાદીઓને ઠાર કરાયા
ભૂજઃ પાકિસ્તાનને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે, પીઓકેમાં 100 કિ.મી અંદર જઇને ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇક કરી નાખી છે. જેને લઇને પાકિસ્તાન અકળાઇ ઉઠ્યું છે અને ભારત સામે બદલો લેવાની ધમકી આપી છે, એર સ્ટ્રાઇક બાદ ભારતીય સેના એલર્ટ મોડ પર છે.
ગુજરાતમાં પાકિસ્તાનની બોર્ડર આવેલી હોવાથી ભૂજ, જામનગર અને રાજકોટ સહિતના એરપોર્ટ હાલ પુરતા બંધ કરી દેવામાં આવ્યાં છે, સામાન્ય નાગરિકો માટે હાલમાં એન્ટ્રી બંધ કરાઇ છે, તમામ ફ્લાઇટો રદ્ કરી નાખવામાં આવી છે. કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા માટે જવાનો સજ્જ છે, બીજી તરફ આજે સાંજે ગુજરાતમાં પણ મોક ડ્રીલ યોજાશે, જેમાં યુદ્ધની સ્થિતીમાં સામાન્ય નાગરિકોએ શું કરવું તેની ટ્રેનિંગ આપવામાં આવશે.