ઓસ્ટ્રેલિયામાં હૈદરાબાદની મહિલાનો મળી આવ્યો મૃતદેહ, પતિ પર હત્યાનો આરોપ

11:20 AM Mar 11, 2024 | gujaratpost

સિડનીઃ ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળની મહિલાનું મોત થયું છે. પોલીસના જણાવ્યાં અનુસાર આરોપ છે કે મહિલાના પતિએ તેની હત્યા કરી છે. આરોપી પતિ ભારત આવી ગયો હતો અને બાળકોને પોતાના માતા-પિતાને સોંપી દીધા છે. ભારતીય મૂળના ચૈતન્ય મધાગની (ઉ.વ-36)નો મૃતદેહ શનિવારે બકલીમાં રસ્તાની બાજુના વ્હીલી ડબ્બામાં મળી આવ્યો હતો. મહિલા તેના પતિ અને બાળકો સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી.

ધારાસભ્યએ મૃતદેહ લાવવા માટે વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો હતો

હૈદરાબાદના ઉપ્પલના ધારાસભ્ય બંદરી લક્ષ્મા રેડ્ડીને માહિતી મળતા જ મહિલાના માતા-પિતાને મળ્યાં હતા. તેમનું કહેવું છે કે માતા-પિતાની વિનંતી પર તેમણે મહિલાના મૃતદેહને હૈદરાબાદ પરત લાવવા માટે વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો છે. તેમણે આ અંગે કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીના કાર્યાલયને જાણ કરી છે. મહિલાના માતા-પિતાના જણાવ્યાં અનુસાર તેમના જમાઈએ તેમની પુત્રીની હત્યા કર્યાંની કબૂલાત કરી છે. વિક્ટોરિયા પોલીસે 9 માર્ચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ આ મામલે તપાસ હાથ ધરી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post