સિલ્ચરમાં 210 કરોડ રૂપિયાનું 21 કિલો હેરોઈન જપ્ત, મિઝોરમથી કન્ટેનરમાં છુપાવીને લાવવામાં આવ્યુું હતુ

12:34 PM Apr 05, 2024 | gujaratpost

આસામઃ મિઝોરમથી આસામમાં પ્રવેશતા વાહનમાંથી 210 કરોડ રૂપિયાની કિંમતનું 21 કિલો હેરોઈન ઝડપાયું છે. આસામ પોલીસે બાતમી પર કાર્યવાહી કરતા કછાર જિલ્લાના શાહિદપુર પાસે વાહનને રોક્યું હતું. આસામ પોલીસની આ કાર્યવાહીની મુખ્યમંત્રી સંકેત બિસ્વા સરમાએ પ્રશંસા કરી છે.

સીએમ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે, 210 કરોડ રૂપિયા. આસામમાં અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ્સ રિકવરી. ડ્રગ્સ ફ્રી આસામ તરફ આ એક મોટું પગલું છે. STF આસામ અને કછાર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં સિલ્ચરમાં 21 કિલો હેરોઈન ઝડપાયું છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક  સમયથી અહીં ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે, પોલીસ પણ ડ્રગ્સ માફિયાઓ પર મોટી કાર્યવાહી કરી રહી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post