+

નાયબ સૈની બન્યાં હરિયાણાના નવા મુખ્યપ્રધાન, રાજ્યપાલે લેવડાવ્યાં શપથ

(ફોટોઃ સૌ.ANI) નાયબ સૈની બન્યાં હરિયાણાના મુખ્યપ્રધાન ભાજપે બદલી નાખ્યાં મુખ્યપ્રધાન હરિયાણાઃ લોકસભા ચૂંટણી પહેલા હરિયાણાની રાજનીતિમાં મોટી ઉથલપાથલ થઇ છે, સીએમ પદેથી મનોહરલાલ ખટ્ટરે રાજીનામ

(ફોટોઃ સૌ.ANI)

નાયબ સૈની બન્યાં હરિયાણાના મુખ્યપ્રધાન

ભાજપે બદલી નાખ્યાં મુખ્યપ્રધાન

હરિયાણાઃ લોકસભા ચૂંટણી પહેલા હરિયાણાની રાજનીતિમાં મોટી ઉથલપાથલ થઇ છે, સીએમ પદેથી મનોહરલાલ ખટ્ટરે રાજીનામું આપી દીધું છે. તેમને પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે, ભાજપ અને જેજેપી વચ્ચે ખટાશ બાદ આ સમાચાર સામે આવ્યાં છે. હવે નાયબ સૈનીએ હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રયને મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો કર્યો હતો અને કલાકોમાં જ સીએમ પદના શપથ લીધા હતા. હરિયાણામાં BJP-JJP ગઠબંધન તૂટી ગયા બાદ ભાજપે સીએમ પણ બદલી નાખ્યાં છે.

હરિયાણામાં ભાજપ તમામ 10 લોકસભા બેઠકો પર એકલી ચૂંટણી લડી શકે છે. બંને પાર્ટીઓ વચ્ચે લોકસભા બેઠકોની વેંચણીને લઇને વિવાદ બાદ રાજીનામું આપી દેવામાં આવ્યું હોવાની ચર્ચા છે. અપક્ષ ધારાસભ્ય રણધીરસિંહ ગોલને ખટ્ટર સાથે મુલાકાત કરી હતી. પહેલા પણ અપક્ષ ધારાસભ્ય નયનપાલ રાવતે મનોહરલાલ સાથે મુલાકાત કરી હતી અને લાગતું હતુ કે મનોહરલાલ ખટ્ટર ફરીથી સીએમ બનશે, પરંતુ ભાજપ નાયબ સૈનીને આ ખુરશી આપી છે.

નાયબ સિંહ સૈની હરિયાણા ભાજપના અધ્યક્ષ છે અને કુરૂક્ષેત્રના સાંસદ પણ છે, સૈની 2014થી 2019 સુધી ધારાસભ્ય રહ્યાં છે. સાથે જ 2014થી 2019 સુધી હરિયાણા સરકારમાં મંત્રી રહી ચુક્યાં છે. નાયબ સિંહ ઓબીસી સમાજના આગેવાન છે.

હરિયાણામાં વિધાનસભાની 90 બેઠક છે. 41 બેઠકો ભાજપ પાસે છે. 30 બેઠકો કોંગ્રેસ પાસે, 10 બેઠકો ઇન્ડિયન નેશનલ લોકદળ (JJP) પાસે છે. એક હરિયાણા લોકહિત પાર્ટી અને 6 અપક્ષો છે.બહુમત માટે 46 ધારાસભ્યોની જરૂર છે અને હવે ભાજપે ફરીથી અહીં સરકાર બનાવી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

facebook twitter