રાજ્યમાં ત્રણ દિવસમાં 2,000 હોટલો અને સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા, અનેક લોકોની ધરપકડ

10:42 AM Oct 22, 2023 | gujaratpost

પ્રતિકાત્મક ફોટો

અમદાવાદઃ  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ પર પોલીસે રાજ્યભરમાં હોટલો અને સ્પા સેન્ટરો પર દરોડા પાડ્યાં છે. છેલ્લા 2 દિવસથી ચાલી રહેલી આ સ્પેશિયલ ડ્રાઇવમાં રાજ્યવ્યાપી 2 હજારથી વધુ વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં છે. અને રાજ્યભરમાં પોલીસે 279 આરોપીઓ સામે કેસ દાખલ કર્યાં છે અને 183 આરોપીઓની ધરપકડ કરી છે.

ગુજરાતમાં હોટલો અને સ્પા સેન્ટરોની આડમાં ચાલતા દેહવ્યાપાર રોકવા પોલીસે આ કાર્યવાહી કરી છે. જેમાં પોલીસે 35થી વધુ સ્પા સેન્ટર અને હોટલોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનિય છે કે 17 ઓક્ટોબરના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિક્ષકો, પોલીસ કમિશનર, રેન્જ અધિકારીઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્પા સેન્ટરો અને હોટેલો પર દરોડા પાડીને કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. અગાઉ સિંધુ ભવન રોડ પરનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં એક શખ્સ દ્વારા સ્પામાં કામ કરતી યુવતીને માર મારવામાં આવ્યો હતો આ પછી અમદાવાદ પોલીસ સક્રિય થઇ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post