ગાંધીનગરઃ રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેતીને મોટું નુકસાન થયું છે, હજારો એકર જમીનોમાં પાકને નુકસાન થયાના અહેવાલ બાદ સરકારે જાહેરાત કરી છે, કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે એસડીઆરએફના નિયમો મુજબ હેક્ટર દીઠ 6800 રુપિયા ખેડૂતોને ચૂકવવામાં આવશે, સર્વે કર્યાં બાદ જે ખેડૂતોને નુકસાન થયું છે, તેમને આ મદદ રાજ્ય સરકાર તરફથી મળશે.
રાજ્યના 236 તાલુકાઓમાં બે દિવસમાં કમોસમી વરસાદ પડ્યો છે, અને તેને કારણે ઘણી જગ્યાએ ખેતરોમાં ઉભા પાકને નુકસાન થયું છે, કેટલીક જગ્યાએ લેવાયેલો પાક પણ બગડ્યો છે, જેથી 33 ટકા કે તેથી વધારે નુકસાન થયું હશે તો તે ખેડૂતને હેક્ટર દીઠ 6800 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે, ખાસ કરીને કપાસ, એરંડા, તુવેર જેવા પાકોમાં આ નુકસાન થયું છે. ત્યારે હવે સર્વે બાદ ખેડૂતોને આ નુકસાનીની રકમ ચૂકવવામાં આવશે, જે માટે સરકાર આગામી સમયમાં અન્ય નિર્ણયો પણ લઇ શકે છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો