હોટલના CCTV માં દેખાયા પેપર લિકના આરોપી, ચૌધરીનું અન્ય જિલ્લાઓનું કનેક્શન નીકળશે તો આરોપીઓનું લિસ્ટ થશે લાંબુ

06:41 PM Jan 29, 2023 | gujaratpost

તેલંગાણાના કે એલ હાઈટક નામના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લવાયું હતુ

 

વડોદરાઃ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતા 8 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષાથી વંચિત રહ્યાં છે, સરકાર સામે આક્રોશ દેખાડીને તેઓ ઘરે પરત ફર્યાં છે. હવે ફરજ સરકારની છે કે આ ઉમેદવારોને ન્યાય અપાવે અને પેપર ફોડ ગેંગના બધા સભ્યોને જેલભેગા કરે, વડોદરામાં હોટલના સીસીટીવી સામે આવ્યાં છે, જેમાં આરોપીએ અહીં બેસીને પ્લાન બનાવ્યો હતો કે પેપર કેવી રીતે લખાવાના છે.

સ્ટેકવાઈઝ ટેકનોલોજીના કોચિંગ સેન્ટરમાં જ રૂપિયા આપનારા ઉમેદવારોને પેપર લખાવવાનું આયોજન હતુ. આ સેન્ટર ચૌધરી દંપત્તિ ચલાવી રહ્યું છે. પકડાયેલા આરોપી પ્રદીપ નાયક અને નરેશ મોહંતી હોટેલના સીસીટીવીમાં દેખાયા હતા. જેમની એટીએસ અત્યારે પૂછપરછ કરી રહી છે. રાત્રે 1.30 વાગ્યાની આસપાસ હોટલ અપ્સરામાંથી એટીએસે તેમને ઝડપી પાડ્યાં હતા.

અગાઉ યુજીવીસીએલની પરીક્ષામાં પણ ચૌધરી દંપત્તિએ પેપર ફોડ્યું હોવાની આશંકા છે, અગાઉના પેપરોમાં પણ ઉમેદવારોને એક જગ્યાએ ભેગા કરીને તેમની પાસેથી રૂપિયા લીધા પછી પેપર સોલ્વ કરાવાની મોડસ ઓપરેન્ડી હતી આ વખતે પણ આવું જ કંઇક આયોજન હતુ, જેના પરથી નક્કિ છે કે અગાઉ પણ આ લોકોએ પેપર ફોડ્યાં હોય શકે છે, જેની તપાસ થાય તો આ પેપર ફોડ ગેંગના સાગરિતો અન્ય જિલ્લાઓમાંથી પણ મળી આવે તેમ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post