ગાંધીનગરઃ કેટલાક અધિકારીઓએ ગુજરાતને લૂંટવાનું નક્કિ કર્યું હોય તેમ હવે હજારો કરોડ રૂપિયાના જ કૌભાંડો થઇ રહ્યાં છે. ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગાએ અંદાજે 12 હજાર કરોડના જમીન કૌભાંડો કર્યાં હોવાના એક ન્યૂઝ પેપરના અહેવાલ બાદ સનસની મચી ગઇ છે. આ મામલે હવે કોંગ્રેસ મેદાનમાં આવી છે, ધારાસભ્ય અમિત ચાવડાએ પ્રહાર કરતા કહ્યું કે આ કૌભાંડમાં લાંગાએ જેનું નામ આપ્યું છે તે પૂર્વ સીએમ વિજય રૂપાણી સામે તપાસ થવી જોઇએ, રાજ્યમાં 50 હજાર કરોડના આવા જમીન કૌભાંડો થયા છે. આ લોકોએ ગુજરાતમાં લૂંટ મચાવી છે.
વિજય રૂપાણીએ કર્યો પોતાનો બચાવ
વિજય રૂપાણીએ કહ્યું મે જ લાંગા સામે એક સમયે તપાસ કરાવી હતી અને હવે તેઓ મને ખોટી રીતે આ કેસમાં ઢસેડે છે, જો એમની પાસે કોઇ પુરાવા હોય તો જાહેર કરે, મને ખોટી રીતે ફસાવાઇ રહ્યો છે, લાંગાએ એક લેટર મીડિયાને આપ્યો છે, તેમાં આ જમીન કૌભાંડ મામલે રૂપાણીનું નામ આપ્યું છે, રૂપાણીએ કોંગ્રેસને ભ્રષ્ટાચારી ગણાવીને કહ્યું આ લોકો ખોટી રાજનીતિ કરવા આવ્યાં છે. સૌથી ભ્રષ્ટ પાર્ટી કોંગ્રેસ જ છે. અમિત ચાવડા કેમ અત્યાર સુધી ચુપ હતા અને હવે અચાનક આવીને મને બદનામ કરી રહ્યાં છે.
શું છે મામલો ??
ગાંધીનગર નજીક પાંજરાપોળની હજારો કરોડની જમીન ખોટી રીતે ફાળવવાના કેસમાં લાંગા સામે તપાસ શરૂ થઇ છે, આ મામલે તેમને પૂર્વ સીએમ અને પૂર્વ મહેસૂલ મંત્રી કૌશિક પટેલ સામે આંગળી ચીંધી છે, કહ્યું છે કે હાઇ પાવર કમિટિની બેઠકમાં નક્કિ થવા પ્રમાણે મે આ બધુ કર્યું હતુ, આ કેસમાં હવે રાજનીતિ શરૂ થઇ ગઇ છે, જોવું રહ્યું મેદાનમાં આવેલી કોંગ્રેસ કંઇ કરે છે કે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુમ થઇ જશે.
પ્રેસ-મીડિયાને સંબોધન, ગાંધીનગર. pic.twitter.com/d3z771NIut
— Amit Chavda (@AmitChavdaINC) May 24, 2023
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો