+

ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા IAS કેડરમાં બે અધિકારીઓની મહત્વપૂર્ણ નિમણૂંક કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) ની સૂચનાને અનુસરીને, રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા IAS કેડરમાં બે અધિકારીઓની મહત્વપૂર્ણ નિમણૂંક કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) ની સૂચનાને અનુસરીને, રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર, જે બે અધિકારીઓને નવી જવાબદારી સોંપવામાં આવી છે તેની વિગતો આ મુજબ છે. અવની ચિત્તરાંજન વોરા: તેઓ અગાઉ અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ ટ્રિબ્યુનલમાં સભ્ય તથા રજિસ્ટ્રાર તરીકે કાર્યરત હતા. તેમને હવે પ્રમોશન આપીને ખેડા- નડિયાદ ખાતે નવસર્જિત સુપરન્યુમરરી એડિશનલ કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ટેકચંદ છત્રભુજ તિર્થાણી: તેઓ રાજકોટની કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંકમાં જોઇન્ટ રજિસ્ટ્રાર (ઓડિટ) તરીકે સેવા આપી રહ્યાં હતા. તેમને હવે રાજકોટ ખાતે સુપરન્યુમરરી એડિશનલ કલેક્ટરતરીકે નવી નિમણૂંક આપવામાં આવી છે.

facebook twitter