સંભવિત યુદ્ધની તૈયારીઓઃ ગુજરાતમાં અનેક શહેરોમાં બ્લેકઆઉટ, મોક ડ્રીલ પણ યોજાઇ

09:37 PM May 07, 2025 | gujaratpost

અમદાવાદઃ ભારતે પીઓકેમાં એર સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓનો સફાયો કરી નાખ્યો છે, અંદાજે 100 જેટલા લોકોના મોત થયા છે, પાકિસ્તાન ભારતને જવાબ આપવાની વાતો કરી રહ્યું છે, આ બધાની વચ્ચે યુદ્ધની સ્થિતીમાં નાગરિકોએ પોતાની સુરક્ષા કંઇ રીતે કરવી તે મામલે સરકારે તેમને જાગૃત કર્યાં છે. આજે અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં બ્લેકઆઉટ જોવા મળ્યું હતુ અને મોક ડ્રીલ યોજાઇ હતી.

અનેક જગ્યાએ સાઇરનથી લોકોને એલર્ટ કરાયા હતા, અડધો કલાક માટે બ્લેકઆઉટ કરાયું હતુ, યુદ્ધની સ્થિતીમાં લોકોને કંઇ રીતે રહેવું તેનું માર્ગદર્શન અપાયું હતુ. અમદાવાદના અનેક જગ્યાઓએ મોકડ્રીલ યોજાઇ હતી, તો સ્ટેચ્યૂં ઓફ યુનિટિમાં પણ બ્લેકઆઉટ દેખાયું હતુ.

7 જિલ્લાઓ ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સુરત, વડોદરામાં 7:30 થી 8:00 કલાક સુધી, પશ્ચિમ ગુજરાતના 5 જિલ્લાઓ જામનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને મોરબીમાં 8:00 થી 8:30 કલાક સુધી, મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર, ગાંધીનગર અને અમદાવાદમાં 8:30 થી 9:00 વાગ્યા સુધી બ્લેક આઉટનું આયોજન કરાયું હતુ.

Trending :