(Image Source: google)
પાલિકા-પંચાયતોની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાય તેવી પણ શક્યતાઃ સૂત્રો
70 ગ્રામ પંચાયતો, બે જિલ્લા પંચાયતો, જૂનાગઢ મ્યુનિસપલ કૉર્પોરેશન સહિત 79 નગરપાલિકાઓમાં ચૂંટણીઓ યોજાશે
ગાંધીનગરઃ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી બાદ હવે ચૂંટણી પંચ પાલિકા-પંચાયતોની ચૂંટણીઓ માટે સજ્જ થયું છે. આ ચૂંટણીઓ માટે ચૂંટણી પંચ મતદાર યાદીને અંતિમ રૂપ આપી રહ્યું છે. હજુ ઘણાં જિલ્લામાં મતદાર યાદીનું કામકાજ ચાલુ છે. આગામી સપ્તાહના અંત સુધીમાં પ્રાથમિક મતદાર યાદી જાહેર થાય તેમ છે.
જિલ્લા પંચાયતો, 80 નગરપાલિકા સહિત 4 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી પંચ સજ્જ છે. આ વખતે 27 ટકા ઓબીસી અનામતની જોગવાઈ સાથે પાલિકા-પંચાયતોની ચૂંટણીઓ યોજાવવા જઈ રહી છે. ઉત્તરાયણ બાદ ગમે તે ઘડી પાલિકા-પંચાયતની ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતા છે. પંચાયતની ચૂંટણીઓને પગલે રાજકીય પક્ષોએ પણ અત્યારથી ચૂંટણી મેદાનમાં ઉતરવા તૈયારીઓ હાથ ધરી છે.
ફેબ્રુઆરીમાં વિધાનસભાનું બજેટ સત્ર યોજાશે. તે પહેલાં જ પાલિકા-પંચાયતની ચૂંટણીઓ યોજાઈ જાય તે માટે ચૂંટણી પંચ તૈયારી કરી રહ્યું છે. હાલ પંચાયત પર વહીવટદારોનું શાસન છે, ત્યારે રાજકીય પક્ષોને પણ આ ચૂંટણી વહેલી તકે યોજાય તેમાં રસ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++