ગાંધીનગરઃ રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત બગડતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અત્યારે તેમની તબિયત સ્થિત હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે. પરિવારજનો અને નજીકના લોકો તેમની ખબર કાઢવા હોસ્પિટલ પહોંચી રહ્યાં છે.
ભીખુસિંહ પરમારની મોડાસા વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડીને મંત્રી બન્યાં હતા, તેઓ હાલમાં ગુજરાત સરકારમાં કેબિનેટમાં રાજ્ય કક્ષાના મંત્રી અને અન્ન નાગરિક પુરવાઠા વિભાગની જવાબદારી સંભાળી રહ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/