ગાંધીનગરઃ ઇન્કમટેક્સ વિભાગની જુદી જુદી ટીમો દ્વારા ગાંધીનગરમાં પીએસવાય ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યાં છે. આ ગ્રુપના બંકીમ જોશી, નિલય દેસાઈ, વિક્રાંત પુરોહિત અને તેમની સાથે જોડાયેલા લોકો સામે કાર્યવાહી કરાઇ છે.
ઇન્કમટેક્સના 100થી વધુ અધિકારીઓ દ્વારા દરોડા
કરોડો રૂપિયાની ટેક્સ ચોરી આવી શકે છે સામે
આ ગ્રુપના અનેક પ્રોજેક્ટ ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારોમાં છે. બિલ્ડીંગ કંટ્રક્શન અને જમીન સાથે જોડાયેલા આ ગ્રુપ પાસેથી કરોડો રૂપિયાની ટેક્સ ચોરી સામે આવી શકે છે.
ગાંધીનગરમાં સહિત 21 જગ્યાઓ પર આઇટીની ટીમો પહોંચી છે, સેક્ટર 8 અને 21 માં તપાસ કરાઇ રહી છે. નોંધનિય છે કે થોડા સમય પહેલા પણ આઇટી ટીમ દ્વારા અમદાવાદમાં અનેક બિલ્ડર્સને ત્યાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ, જેમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી સામે આવી હતી.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો