દહેગામના લીહોડા ગામે શંકાસ્પદ ઝેરી પીણું પીતા બેનાં મોત
ત્રણ લોકોની સ્થિતિ ગંભીર હોવાથી ગાંધીનગર સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયા
લોકોના મુખે લઠ્ઠાકાંડની ચર્ચાઓ
ગાંધીનગરઃ દહેગામના લીહોડા ગામે શંકાસ્પદ ઝેરી પીણું પીતા બે લોકોનાં મોત થયા છે. લોકોના મુખે લઠ્ઠાકાંડની ચર્ચાઓએ પોલીસની ઉંઘ ઉડાવી દીધી છે. પ્રાથમિક અહેવાલોમાં ઝેરી પીણાના FSL રિપોર્ટમાં મિથેનોલ ન હોવાનો ખુલાસો થયો છે. બીજી તરફ હવે દારૂના વધુ પડતા સેવનની મોતની આશંકા પોલીસને લાગી રહી છે. આ ઘટનાની જાણ થતા રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ લીહોડા ગામની મુલાકાત લીધી હતી.
દહેગામના લીહોડા ગામમાં શંકાસ્પદ ઝેરી પીણું પીતા બે લોકોનાં મોત થતા ખળભળાટ મચી ગયો છે. જ્યારે ત્રણ લોકોની સ્થિતિ ગંભીર હોવાથી સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. હવે પોલીસે સમગ્ર મામલે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સાથે 108 સેવાને લીહોડા ગામે સ્ટેન્ડબાય રખાઈ છે.પોલીસે દેશી દારૂના અડ્ડાઓને લઇનેે પણ તપાસ શરૂ દીધી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો