છોટા ઉદેપુરની આ ઘટનાથી આખું ગુજરાત હચમચી જશે, 5 વર્ષની બાળકીની નરબલી ચઢાવી દેવાઇ

04:00 PM Mar 10, 2025 | gujaratpost

ભૂવા લાલુ હિંમત તડવીએ તાંત્રિકવિધીના નામે માસૂમ બાળકીનું ગળું કાપી નાખ્યું

છોટા ઉદેપુરઃ અંધશ્રદ્ધાની આગમાં માત્ર 5 વર્ષની માસૂમ બાળકીનો જીવ લેવાઇ ગયો છે. બોડેલીના પાણેજ ગામમાં આ બાળકીની નરબલી ચઢાવી દેવામાં આવી છે.

એક ભૂવાએ આ બાળકીને તેના ઘરમાં લઇ જઇને હત્યા કરી નાખી હતી, આ ભૂવો બાળકીના ઘરની સામે જ રહેતો હતો. તાંત્રિક લાલુ હિંમતે કૂહાડીથી આ બાળકીના ગળાના ભાગે હુમલો કર્યો હતો, તાંત્રિક બાળકીના દોઢ વર્ષના ભાઇને પણ ઉઠાવી ગયો હતો, પરંતુ લોકોએ તેને જોઇ લેતા બાળકને છીનવી લીધો હતો અને તેનો જીવ બચી ગયો હતો.

ઘટનાની જાણ થતા મામલતદાર અને પોલીસ કાફલો અહીં પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો, હાલમાં તાંત્રિકની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે, આ બનાવ બાદ મૃતકના પરિવારજનો આઘાતમાં છે અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++