+

અમેરિકાના કેન્સાસ સિટીમાં ગોળીબારમાં એક વ્યક્તિનું મોત, તો એક સ્કૂલમાં પણ ફાયરિંગમાં વિદ્યાર્થીઓ ઘાયલ થયા

વોંશિગ્ટનઃ અમેરિકામાં ફરી એકવાર ગોળીબાર થયો છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને 22 લોકો ઘાયલ થયા છે.ફાયર વિભાગે જણાવ્યું કે ચીફ્સની સુપર બાઉલની જીતની ઉજવણીની રેલી પછી આ ગોળીબાર થયો હતો. આ ઘટના મિઝ

વોંશિગ્ટનઃ અમેરિકામાં ફરી એકવાર ગોળીબાર થયો છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને 22 લોકો ઘાયલ થયા છે.ફાયર વિભાગે જણાવ્યું કે ચીફ્સની સુપર બાઉલની જીતની ઉજવણીની રેલી પછી આ ગોળીબાર થયો હતો. આ ઘટના મિઝોરીના કેન્સાસ સિટીમાં બની હતી.મીડિયા અહેવાલો અનુસાર લોકો યુનિયન સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યાં હતા, ત્યારે ગોળી ચલાવવામાં આવી હતી. હુમલા બાદ પોલીસે ત્રણ હથિયારધારી લોકોની અટકાયત કરી છે. અધિકારીઓનાં જણાવ્યાં અનુસાર ત્રણ ઘાયલોની હાલત ગંભીર છે.

ઘટના અંગે એક મહિલાએ જણાવ્યું કે જ્યારે ગોળીઓનો અવાજ આવ્યો ત્યારે અમે ત્યાંથી ભાગી ગયા અને લિફ્ટમાં છુપાઈ ગયા હતા.ત્યાં સૌ કોઈ ચિંતિત હતા. થોડીવાર પછી અમે લિફ્ટ ખસવાનો અવાજ સાંભળ્યો. અમે દરવાજો ખોલ્યો તો બહાર પોલીસ હતી. તેઓએ અમને સલામત રીતે બહાર કાઢ્યાં હતા. 

પોલીસે લોકોને સલામત રીતે બહાર કાઢ્યાં

પોલીસે કહ્યું કે સીસીટીવી ફૂટેજ દર્શાવે છે કે યુનિયન સ્ટેશન પાસે હાજર અધિકારીઓ ઘાયલોને હોસ્પિટલમાં મોકલી રહ્યાં છે. ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યાં છે. કેન્સાસના ગવર્નર લૌરા કેલીએ લોકોને પોલીસ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે, લોકોને સાવચેતીથી અહીંથી ખસી જવા કહેવામાં આવ્યું છે.

બીજી ઘટનાઃ એટલાન્ટા હાઈસ્કૂલમાં ગોળીબાર થતા વિદ્યાર્થીઓ ઘાયલ

કેન્સાસ ઉપરાંત અમેરિકામાં એટલાન્ટા હાઈસ્કૂલના પાર્કિંગમાં પણ ગોળીબાર થયો હતો, જેમાં ચાર વિદ્યાર્થીઓને ગોળી વાગી હતી. એટલાન્ટા પબ્લિક સ્કૂલ્સે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે બુધવારે બેન્જામિન ઇ.મેયસ હાઇસ્કૂલમાં અજાણ્યા વાહનમાં આવેલા લોકોએ વિદ્યાર્થીઓ પર ગોળી ચલાવી હતી. ઘાયલોને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ત્યારે અહી વધી રહેલી ફાયરિંગની ઘટનાઓથી ચિંતા વધી રહી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter