પ્રયાગરાજઃ મહાકુંભ મેળા વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી છે. મેળા વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના વાદળો ઉછળતા જોવા મળી રહ્યાં છે. પ્રબળ જ્વાળાઓ ફેલાતી જોવા મળી રહી છે. જો કે ઘટના સ્થળે હાજર ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબૂ મેળવવાના તમામ પ્રયાસો કરી રહ્યાં છે.
ઉદાસીન કેમ્પના મેળા વિસ્તાર સેક્ટર 5માં આ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ આગ ઓલવવાની કામગીરી હાથ ધરી છે. આગના કારણે અનેક ટેન્ટ ઝપેટમાં આવ્યાં હોવાની માહિતી મળી રહી છે.
શોર્ટ સર્કિટના કારણે પંડાલમાં આગ લાગી હતી. આગને કારણે સિલિન્ડર બ્લાસ્ટ થયાની પણ ચર્ચા છે પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. મળતી માહિતી મુજબ પંડાલનો મોટો ભાગ બળીને રાખ થઈ ગયો છે.
જોરદાર પવનને કારણે સેક્ટર 19માં લાગેલી આગ ધીરે-ધીરે વધીને 20 ફૂટ સુધી પહોંચી હતી અને 20 થી 25 ટેન્ટ બળીને ખાખ થઇ ગયા છે.. તેમજ ફાયર બ્રિગેડની ટીમે આસપાસના સમગ્ર વિસ્તારને ખાલી કરાવ્યો છે. હાલમાં સ્થિતી કાબૂમાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++