+

Fact Check: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની પુત્રી ખોટી રીતે IAS બની હોવાના અનેક દાવા, આ છે હકીકત

Gujarat Post Fact Check News: 18મી લોકસભાના સ્પીકર ઓમ બિરલાની પુત્રી અને સમાજ સેવામાં તેના યોગદાન માટે જાણીતી અંજલિ બિરલા 2021માં IAS ઓફિસર બની હતી. તે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર બની

Gujarat Post Fact Check News: 18મી લોકસભાના સ્પીકર ઓમ બિરલાની પુત્રી અને સમાજ સેવામાં તેના યોગદાન માટે જાણીતી અંજલિ બિરલા 2021માં IAS ઓફિસર બની હતી. તે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર બની છે. તેણે અસાધારણ સફળતા હોવા છતાં, સોશિયલ મીડિયા પર એવા અહેવાલો ફેલાઈ રહ્યાં છે કે તેને પરીક્ષા આપ્યાં વિના પણ IAS અધિકારી બનાવવામાં આવી છે. ફેક્ટ ચેકમાં આ અહેવાલા પાયાવિહોણા હોવાનું જાણવા મળ્યું હતું.

ઘણા ટ્વિટર અને ફેસબુક યુઝર્સે અંજલિ બિરલાના IAS ઓફિસર બનવામાં પક્ષપાતનો આક્ષેપ કર્યો છે. કેટલાકે તો એવો પણ દાવો કર્યો હતો કે તેઓ UPSC-CSE પરીક્ષામાં હાજર થયા નથી. કેટલાક યુઝર્સે કહ્યું કે તેમને આ પદ તેમના પિતાના કારણે પ્રાપ્ત થયું છે.

ફેક્ટ ચેક દરમિયાન UPSC વેબસાઇટ પર જૂના કટઓફ શોધવાનું શરૂ કર્યું. જ્યાં અમને સત્ય મળ્યું. દરેક સિવિલ સર્વિસ પરીક્ષા પછી, UPSC બે લિસ્ટ તૈયાર કરે છે - મુખ્ય લિસ્ટ અને અનામત લિસ્ટ. જ્યારે મુખ્ય લિસ્ટ તરત જ બહાર પાડવામાં આવે છે, જ્યારે મુખ્ય યાદીમાંના તમામ ઉમેદવારોને તમામ ઉપલબ્ધ ખાલી જગ્યાઓ ફાળવવામાં આવી હોય ત્યારે અનામત લિસ્ટ જાહેર કરવામાં આવે છે. આ પ્રક્રિયા નાગરિક સેવા પરીક્ષા નિયમો, 2019 ના નિયમ-16 (4) અને (5) હેઠળ સ્પષ્ટપણે નિર્ધારિત છે.

મુખ્ય યાદીમાંથી ઉમેદવારોને જગ્યાઓ ફાળવ્યાં પછી, અનામત યાદીમાંથી ઉમેદવારોની બાકીની ખાલી જગ્યાઓ માટે યોગ્યતા અનુસાર પસંદગી કરવામાં આવે છે.

UPSC રિઝર્વ લિસ્ટ એ રિઝર્વેશન ક્વોટા લિસ્ટ નથી, પરંતુ તે બીજી મેરિટ યાદી અથવા વેઇટિંગ લિસ્ટ જેવું છે.આ યાદીમાંથી પસંદ કરવાના ઉમેદવારોની સંખ્યા મુખ્ય યાદીમાં કેટલા અનામત કેટેગરીના ઉમેદવારોએ સામાન્ય શ્રેણીના ધોરણો પ્રાપ્ત કર્યા છે તેના પર આધાર રાખે છે.

હવે હકીકતો વિશે વાત કરીએ તો, અમને UPSC ની વેબસાઇટ પર વર્ષ 2019 ની કટઓફ યાદી મળી. જે દર્શાવે છે કે વર્ષ 2019 માં, 927 જગ્યાઓ ખાલી હતી, ઓગસ્ટ 2020 માં જાહેર થયેલા મુખ્ય પરિણામમાં, 829 ઉમેદવારોનાં નામ હતા. બાકીની જગ્યાઓ રિઝર્વ લિસ્ટમાંથી ભરવામાં આવી હતી. તેનો અર્થ એ થયો કે 98 અનામત કેટેગરીના ઉમેદવારોએ 2019 UPSC-CSE માં સામાન્ય શ્રેણીના ધોરણો હાંસલ કર્યા હતા. તેમાંથી, 89 ઉમેદવારોએ સામાન્ય શ્રેણી માટે ઉપલબ્ધ બેઠકો પસંદ કરી ન હતી, જે ખાલી રહી હતી,

ત્યારબાદ જાન્યુઆરી 2021 માં, 89 ઉમેદવારોનાં નામ સાથે રિઝર્વ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. આ યાદીમાં અંજલિ બિરલાનું નામ સત્તાવાર UPSC મુજબ 67માં નંબરે હતું. આ યાદીમાં 73 જનરલ, 14 OBC, 01 EWS અને 01 SC કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ થાય છે. જેથી સ્પષ્ટ છે કે તેણીએ UPSC પરીક્ષા આપી હતી, તમામ તબક્કાઓ પાર કરીને IAS ઓફિસર બની હતી. સોશિયલ મીડિયા પર અંજલિ બિરલા વિરુદ્ધ કરવામાં આવી રહેલા દાવાઓ પાયાવિહોણા છે, તેણે પોતાની ક્ષમતાના આધારે આ પદ હાંસલ કર્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

facebook twitter