Gujarat Post Fact Check: અભિનેત્રીમાંથી રાજનેતા બનેલી કંગના રનૌતને ચંડીગઢ એરપોર્ટ પર થપ્પડ મારવા બદલ CISF મહિલા કોન્સ્ટેબલ કુલવિંદર કૌરને સસ્પેન્ડ કરવામાં આવી છે.
પરંતુ હવે આ ઘટનાની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં કંગનાના ચહેરા પર પંજાના નિશાન દેખાઇ રહ્યાં છે, જાણે કોઈએ તેને થપ્પડ મારી હોય. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે થપ્પડ માર્યા બાદ લેવામાં આવેલી કંગના રનૌતના ચહેરાની આ તસવીર છે, જેના પર ફિંગરપ્રિન્ટ્સ જોઈ શકાય છે.
આ ફોટો શેર કરતી વખતે એક યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, જાટ સમૂદાયની બહાદુર પુત્રીએ અભિનેત્રી કંગના રનૌતને થપ્પડ મારી, તેના ગાલ પર આંગળીઓના નિશાન પડી ગયા..#KanganaRanaut.
પરંતુ અમારા ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે આ ફોટો કંગના રનૌતનો નથી, પરંતુ કોઈ અન્ય યુવતીનો છે. આ એક જૂની જાહેરાત સાથે સંબંધિત છે.
અમે સત્ય કેવી રીતે શોધી કાઢ્યું ?
ફોટો રિવર્સ સર્ચ કરવા પર અમને તેcoolmarketingthoughts.com નામની વેબસાઇટ પર મળ્યો, જે મે 2006માં ત્યાં શેર કરવામાં આવ્યો હતો. આ તસવીરમાં મહિલાનો સંપૂર્ણ ચહેરો જોઈ શકાય છે અને તે કંગના રનૌત નથી. આ વેબસાઈટ પર પ્રસિદ્ધ થયેલા વાઈરલ તસ્વીર અને તસ્વીરની સરખામણી કરતાં તે સ્પષ્ટ થઈ જાય છે કે બંને એક જ છે.
આ ફોટાની સાથે, સમાન ફિંગરપ્રિન્ટવાળા વધુ બે લોકોના ફોટા પણ છે. આ તસવીરોને મચ્છર મારનાર જંતુનાશક સ્પ્રે બેગોન માટેની જાહેરાતો તરીકે વર્ણવવામાં આવી છે.
જાહેરાત પાછળનો સંદેશ એ છે કે ઘણી વખત લોકો જ્યારે મચ્છર તેમના ચહેરા પર બેસી જાય છે ત્યારે તેને મારવા માટે પોતાને થપ્પડ મારી દે છે.
અમને આ ચિત્ર જાહેરાતની દુનિયા સાથે સંબંધિત અન્ય વેબસાઇટ્સ પર જોવા મળ્યું, જે અહીં પણ બેગનના 2006ના જાહેરાત ઝુંબેશ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. આ જાહેરાત પ્રખ્યાત એડ એજન્સી FCB Ulka દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી.
સ્પષ્ટ છે કે, આ તસવીરને કંગના રનૌત સાથે કોઈ લેવાદેવા નથી. લોકોમાં ભ્રમ પેદા કરવા માટે જૂની જાહેરાતની તસવીર શેર કરવામાં આવી રહી છે, નોંંધનિય છે કે કંગનાને જે મહિલા જવાને થપ્પડ મારી છે તેના માતા કિસાન આંદોલનમાં સામેલ હતા અને કંગનાએ જે તે વખતે કહ્યું હતુ કે આ લોકો 100-100 રૂપિયા લઇને આંદોલનમાં આવ્યાં છે. જેથી રોષે ભરાયેલી મહિલા જવાને હવે કંગનાને થપ્પડ મારી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/