નવી દિલ્હીઃ દિલ્હી એનસીઆરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 10 સેકંડ સુધી ધરતી ધ્રુજતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સવારે 9 વાગ્યાની આસપાસ દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે લોકો ઘર અને ઓફિસમાંથી દોડીને બહાર આવી ગયા હતા.
ગઇકાલથી જ દિલ્હીમાં ભારે વરસાદ પડી રહ્યો છે એવામાં ભૂકંપના આંચકા આવતા લોકો ગભરાઈ ગયા હતા. આશરે 10 સેકન્ડ સુધી સતત આંચકા અનુભવાયા હતા. દિલ્હીની સાથે સાથે નોઈડા, ગાઝિયાબાદમાં પણ ભૂકંપ અનુભવાયો હતો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.4 માપવામાં આવી હતી. ભૂકંપ હરિયાણાના ઝજ્જરમાં આવ્યો હતો, જેના આંચકા દિલ્હી સુધી અનુભવાયા હતા.
ઉલ્લેખનીય છે કે, પૃથ્વીના પેટાળમાં સાત ટેક્ટોનિક પ્લેટ આવેલી છે. આ પ્લેટો સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે ટકરાય છે, ઘસાય છે, એકબીજા પર ચઢી જાય છે અથવા એકબીજાથી દૂર જાય છે, ત્યારે જમીન ધ્રુજવા લાગે છે. તેને જ ભૂકંપ કહેવાય છે. ભૂકંપને માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે, જેને રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ કહે છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++