દ્વારકામાંથી શિવલિંગ ગુમ થયું અને તપાસ કરતાં ખંડિત હાલતમાં દરિયાકાંઠેથી મળ્યું - Gujarat Post

02:15 PM Feb 25, 2025 | gujaratpost

મહાશિવરાત્રી પહેલા શિવલિંગ ખંડિત થતાં ભક્તોમાં રોષ

ભક્તોએ અસામાજિક તત્વોને પકડવા માંગ કરી

દ્વારકાઃ આવતીકાલે મહાશિવરાત્રીનું પર્વ આસ્થાભેર ઉજવવામાં આવશે. આ પહેલા દ્વારકામાં શિવભક્તોની આસ્થા સાથે ચેડાં કરવામાં આવ્યાં હતા. હર્ષદ દરિયાકિનારે આવેલાં ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગુમ થઈ જતાં ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. શિવલિંગ ગુમ હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતાં લોકોના ધાડેધાડા ઉતરી આવ્યા હતા અને પોલીસ પણ પહોંચી ગઈ હતી. તપાસ દરમિયાન દરિયાકાંઠેથી ખંડિત હાલતમાં શિવલિંગ મળી આવ્યું હતું.

Trending :

તપાસ દરમિયાન દરિયાકાંઠેથી શિવલિંગ મળ્યું ત્યારે તે ખંડિત હાલતમાં હતું, જેનાથી ભક્તોની લાગણીને ઠેસ પહોંચી હતી. હાલ, મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચી શિવલિંગને ખંડિત કરનાર અસામાજિક તત્ત્વો સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

દોઢ વર્ષ પહેલાં રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારમાંથી અનેક ઘર અને દુકાનો દબાણ હેઠળ હોવાના કારણે દૂર કરવામાં આવ્યા હતાં. જોકે, તે સમયે આ મંદિરને તોડવામાં નહતું આવ્યું. લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી હોવાથી શિવલિંગ ખંડિત થતાં તેમની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી છે. હાલ, પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી શિવલિંગ ખંડિત કરનારને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++