મિઝોરમઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂં ઇન્ટેલિજન્સે મિઝોરમના આઇઝોલ પાસેથી 52.67 કિલો મેથામ્ફેટામાઇનનો જથ્થો જપ્ત કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 52 કરોડ રૂપિયા જેટલી થાય છે.
ડીઆરઆઇએ ટ્રક ડ્રાઇવર સહિત બે શખ્સોની ધરપકડ કરી છે, જેમના ટ્રકમાંથી આ માલ જપ્ત કરવામાં આવ્યો હતો.નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ (NDPS) એક્ટ, 1985 હેઠળ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ જથ્થો મ્યાનમારથી ઝોખાવથર સેક્ટરથી મિઝોરમમાં લાવવામાં આવ્યો હોવાનો અંદાજ છે.
કરોડો રૂપિયાનું આ ડ્રગ્સ ક્યાંથી લાવીને ક્યાં પહોંચાડવાનું હતુ, સાથે જ પહેલા પણ આવી રીતે ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવ્યો હતો કે કેમ તે દિશામાં એજન્સીએ તપાસ શરૂ કરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++