સુરતઃ ગુજરાતમાં હજુ ગરમીની શરૂઆત જ થઈ છે ત્યાં સુરતમાં ફરી અચાનક મોતનો સિલસિલો શરૂ થઈ ગયો છે. સુરતના અલથાણમાં 43 વર્ષીય ડોકટર અને પાંડેસરામાં મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં 47 વર્ષીય આઘેડની એકાએક તબિયત બગડતા બેભાન થયા બાદ મોત થયા હતા.
અલથણામાં ભીમરાડ ખાતે રામેશ્વરમ કેશવ હાઇટ્સમાં રહેતા 43 વર્ષીય સુનીલ રમેશચંન્દ્ર પટેલ ગત સાંજે ઘર નજીક ટી પોઇન્ટ પાસે અચાનક ચક્કર આવ્યાં બાદ શ્વાસની તકલીફ થયા બાદ ઢળી પડયા હતા. તેમને 108માં નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા પરંતુ મૃત જાહેર કરાયા હતા. સુનીલ પટેલ મુળ ગોધરામાં ગોકુળપુરાના વતની હતા. તે સુરત જીલ્લા સેવાસંદનમાં ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગમાં સર્ટીફાઇડ સર્જન તરીકે ફરજ બજાવતા હતા. પત્ની ડુમસની પ્રાથમિક શાળામાં શિક્ષકા તરીકે ફરજ બજાવી રહ્યાં છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
બીજા બનાવમાં પાંડેસરામાં મિલન પોઇન્ટ પાસે શિવ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં રહેતા અને ત્યાં મેનેજર તરીકે કામ કરતા 47 વર્ષીય જયપાલસિંહ લખપતસિંહને ગઇકાલે સવારે છાતીમાં દુઃખાવો ઉપડયો હતો. બાદમાં તેમની તબિયત વધુ બગાડતા બેભાન થઈ જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતુ. તે મુળ ઉતર પ્રદેશમાં બુલંદશરના વતની હતા. સંતાનમાં બે પુત્ર છે. ઉલ્લેખનીય છે કે શિયાળો જ્યારે પુરબહારમાં હતો ત્યારે પણ સુરતમાં આવી રીતે લોકોના અચાનક મૃત્યુ થયા હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/