ધંધુકામાં સ્થિતી પર પોલીસનો કાબૂ, ભરવાડ યુવકની હત્યા બાદ અનેક જગ્યાએ આગચંપી

10:11 AM Apr 19, 2026 | gujaratpost

પોલીસનો મોટો કાફલો ઉતારી દેવામાં આવ્યો 

ચૂંટણી સમયે જ આ ઘટનાથી સનસની મચી 

બાઇક ઓવરટેક જેવી બાબતમાં ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા કરાઇ 

વિધર્મીઓએ ભરવાડ યુવકની હત્યા કરી નાખી 

અમદાવાદઃ ધંધુકામાં ભરવાડ સમાજના યુવકની હત્યા બાદ ભારે તનાવભરી સ્થિતી ઉભી થઇ છે, અનેક દુકાનોમાં આગચંપીની ઘટનાઓ સામે આવી છે, વાહન ઓવરટેક કરવાની બાબતમાં ભરવાડ સમાજના યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી.

જે બાદ ટોળાએ દુકાનોમા આગ લગાવી દીધી હતી. જો કે પોલીસ કાફલો અહીં ઉતારી દેવામાં આવ્યો છે અને હાલમાં સ્થિતી કાબૂમાં છે. થોડા વર્ષો પહેલા ધંધૂકામાં કિશન ભરવાડ નામના યુવક દ્વારા સોશિયલ મીડિયામાં ઇસ્લામને લઇને વિવાદિત પોસ્ટ કરવામાં આવતા તેની હત્યા કરવામાં આવી હતી. જે મામલે ગુજરાત એટીએસે મૌલવીની ધરપકડ કરી હતી, આ કેસમાં અન્ય લોકોની પણ ધરપકડ કરાઇ હતી અને હવે ફરીથી વધુ એક ભરવાડ સમાજના યુવતની હત્યાથી સનસની મચી ગઇ છે.