મંત્રી બચુ ખાબડે તો ભાજપ અને રાજ્ય સરકારની બરોબરની આબરૂ કાઢી, મનરેગા કૌભાંડમાં હવે બીજા પુત્રની પણ ધરપકડ

01:28 PM May 19, 2025 | gujaratpost

કરોડો રૂપિયાના મનરેગા કૌભાંડમાં મોટી કાર્યવાહી

મંત્રીના બંને પુત્રોને જેલભેગા કરાયા

દાહોદઃ મનરેગાના કૌભાંડમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડની પણ પોલીસે ધરપકડ કરી છે, પહેલા તેમના પુત્ર બળવંત ખાબડની ધકપકડ થઇ છે, કરોડો રૂપિયાના આ કૌભાંડને કારણે હવે ભાજપ પણ મુશ્કેલીમાં મુકાઇ છે, મંત્રીના પુત્રોએ મળીને કરોડો રૂપિયાનું તેમની જ સરકારનું કૌભાંડ કરી નાખ્યું છે, તેમ છંતા હજુ સુધી સરકાર કે પાર્ટી દ્વારા બચુ ખાબડ સામે કોઇ જ કાર્યવાહી કરાઇ નથી.

શું છે આ સમગ્ર કૌભાંડ ?

પાર્ટી ભાજપ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ બચુ ખાબડ સામે ક્યારે કાર્યવાહી કરશે ?

સરકારની યોજના મનરેગામાં વર્ષ 2021 થી 2025 વચ્ચે થયેલા કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હતી. કૂલ રૂપિયા 71 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાની વાત સામે આવી છે. જુદી જુદી 25 એજન્સીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઇ છે. જેમાં દેવગઢબારિયાની 28 અને ધાનપુરની 7 એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. રાજ કન્સ્ટ્રક્શન એજન્સી વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. રાજ કન્સ્ટ્રક્શન એજન્સી મંત્રી બચુ ખાબડના દીકરાઓ કિરણ ખાબડ અને બળવંત ખાબડ સંભાળે છે. આ લોકોએ પણ સરકારમાંથી કરોડો રૂપિયા ગેરકાયદેસર રીતે લઇ લીધા હોવાનું સામે આવ્યું છે.