દાહોદઃ સ્કૂલનો આચાર્ય રૂપિયા 14 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયો છે, ગોપાલ વસ્તાભાઇ ચમાર ઉ.વ.51, નોકરી મુખ્ય શિક્ષક (આચાર્ય) વર્ગ-3 હાલ રહે.નિશાળ ફળીયુ પીપોદરા તા.ધાનપુર જી.દાહોદ મૂળ રહે.13 નંદ નગર સોસાયટી દોસી પેટ્રોલપંપ પાછળ મેઘરજ તા.મેઘરજ જી.અરવલ્લીને લાંચ લેતા ઝડપી લેવાયો છે.
ટ્રેપનું સ્થળઃ પીપોદરા મુખ્ય પ્રાથમિક શાળાની ઓફીસમા તા.ધાનપુર જી.દાહોદ
ફરીયાદીનુ ફોરવ્હીલ વાહન પીપોદરા મુખ્ય પ્રાથમિક શાળામા બાળકોને લાવવા મુકવા માટે ભાડે મુકેલું હતુ અને ફરીયાદીના વાહનનુ ભાડું રૂપીયા 28,590 ફરીયાદીના બેંક ખાતામા જમા થતા આચાર્યએ કમિશનના નામે લાંચ પેટે રૂપિયા 14 હજારની માંગણી કરી હતી, ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો.જેમાં ફરિયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતુ
જેમાં પંચની હાજરીમાં આચાર્યએ લાંચ લીધી અને તેને એસીબીએ ઝડપી લીધો હતો, જો તમારી પાસે પણ કોઇ લાંચની માંગણી કરે છે તો તમે પણ એસીબીમાં ફરિયાદ આપી શકો ચો.
ટ્રેપીગ અધિકારીઃ કે.વી.ડીંડોર
પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી.પોલીસ સ્ટેશન
દાહોદ
સુપરવિઝન અધિકારીઃ બી.એમ.પટેલ
મદદનીશ નિયામક, એ.સી.બી.પંચમહાલ એકમ ગોધરા
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++