દુનિયા ફરીથી ચિંતિત....ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય રોગ, ભારતે પણ જાહેર કરી એડવાઈઝરી

03:04 PM Nov 27, 2023 | gujaratpost

બેઇજિંગઃ દુનિયાભરમાં કોરોના ફેલાવનારા ચીને ફરીથી દુનિયાને ડરાવી દીધું છે. હાલમાં ચીનમાં એક રહસ્યમય બિમારી ઝડપથી ફેલાઈ રહી છે. જેનો ભોગ મોટાભાગે બાળકો બની રહ્યાં છે. હોસ્પિટલોમાં બિમાર બાળકોની ભીડને કારણે સરકાર પર દબાણ વધી રહ્યું છે. કોવિડ -19 રોગચાળો પ્રથમ ચીનમાં ઉભરી આવ્યો હતો. હવે ચાર વર્ષ બાદ ચીનમાં ન્યુમોનિયા જેવા શ્વસન સંબંધી રોગોમાં થયેલા વધારાએ ફરી એકવાર સમગ્ર વિશ્વમાં ચિંતા વધારી દીધી છે. જો કે નિષ્ણાતો તેને ઈન્ફલ્યુએન્ઝા સાથે જોડી રહ્યાં છે જે શિયાળાની શરૂઆતમાં ફેલાય છે. ભારતે રવિવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે એડવાઈઝરી જાહેર કરી હતી. જેમાં તેમને ઉત્તર ચીનમાં વધી રહેલા કેસો વચ્ચે જાહેર આરોગ્યની તૈયારીઓની તાત્કાલિક સમીક્ષા કરવાનું કહેવામાં આવ્યું હતું

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે તેને સાવધાની સાથે શ્વસન રોગની સમીક્ષા કરવાનું નક્કી કર્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ પણ ચીનમાં શ્વસન રોગોના કેસોમાં તીવ્ર વધારો થતા ચિંતા વ્યક્ત કરી છે. ઈન્ફલ્યુએન્ઝા, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને SARS-CoV-2 જેવા સામાન્ય કારણો આ માટે જવાબદાર હતા.ચીને ગયા ડિસેમ્બરમાં કોવિડ પ્રતિબંધો હટાવ્યાં હતા. WHOએ ચીનના અધિકારીઓ પાસેથી આ નવા તાવ વિશે દરેક માહિતી માંગી છે. હાલમાં એવું માનવામાં આવે છે કે ચિંતાનું કોઈ કારણ નથી.

કોવિડ વિશે ચેતવણી આપતી સંસ્થા ProMed ચેતવણી આપી

13 નવેમ્બરના રોજ ચીનના નેશનલ હેલ્થ કમિશને ખાસ કરીને બાળકોમાં શ્વસન સંબંધી રોગોમાં વધારો નોંધ્યો હતો. અધિકારીઓએ આ તાવના વધતા કેસો માટે કોવિડ પ્રતિબંધોના અંત, ઠંડા હવામાનના આગમન અને ઈન્ફલ્યુએન્ઝા, માયકોપ્લાઝ્મા ન્યૂમોનિયા, રેસ્પિરેટરી સિંસિટીયલ વાયરસ (RSV) અને કોવિડનું કારણ SARS-CoV-2 વાયરસ છે. 20 નવેમ્બરના રોજ જાહેર રોગ સર્વેલન્સ સિસ્ટમ (ProMED) એ અહેવાલ આપ્યો હતો કે ન્યુમોનિયાના ફાટી નીકળવાને કારણે ચીનની કેટલીક હોસ્પિટલો બિમાર બાળકોથી ભરેલી છે. ProMed રહસ્યમય ન્યુમોનિયાના કેસો વિશે પ્રારંભિક ચેતવણી આપનાર સૌપ્રથમ હતું, જે પાછળથી કોવિડ તરીકે ઉભરી આવ્યું હતું. ત્યારે હવે ચીનને કારણે વિશ્વના દેશોમાં ચિંતા ફેલાઇ ગઇ છે અને સાવધાનીના પગલા લેવામાં આવી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post