છત્તીસગઢઃ પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના પુત્ર પર કાર્યવાહી બાદ હવે તેમની સામે પણ ઇડી અને સીબીઆઇએ કાર્યવાહી કરી છે, આ વખતે ભૂપેશ બઘેલ અને આઇપીએસ અધિકારી આરિફ શેખના ઘરે રાયપુર અને ભિલાઇમાં દરોડા કરાયા છે.
ભિલાઇ અને રાયપુરમાં સીબીઆઇ અને ઇડીના અધિકારીઓની જુદી જુદી ટીમો પહોંચી હતી. મહાદેવ બેટિંગ એપના કરોડો રૂપિયાના કૌભાંડમાં એજન્સીઓ આ કાર્યવાહી કરી રહી છે, અગાઉ પણ આ કેસમાં અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.
અગાઉ એજન્સીઓએ કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ સામે કાર્યવાહી કરી હતી અને તેમના પુત્રના નિવાસસ્થાનેથી પણ મહત્વા દસ્તાવેજો અને ડિઝિટલ સામગ્રી જપ્ત કરી હતી, આ કેસ મહાદેવ સટ્ટાબેટિંગ સાથે જોડાયેલો છે, જેમાં એજન્સીઓએ દરોડા કર્યાં છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++