(Demo Pic)
જાલંધરઃ ઓપરેશન સિંદૂર પછી, બુધવારે મોડી રાત્રે પંજાબના અમૃતસરમાં ત્રણ વિસ્ફોટ સંભળાયા હતા. આ પછી, શહેરમાં બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું. લોકોને પોતાના ઘરોમાં રહેવાની સૂચના આપવામાં આવી હતી.એરપોર્ટ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. જાલંધર અને લુધિયાણામાં પણ બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર 2 વાગ્યાની આસપાસ વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. અમૃતસર પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે કહ્યું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ પછી, સંરક્ષણ કવાયતના ભાગ રૂપે ફરી એકવાર શહેરને અંધારામાં ધકેલી દેવામાં આવ્યું હતું.
બ્લેકઆઉટ દરમિયાન, અમૃતસરના ડીપીઆરઓએ લોકોને ધીરજ અને સંયમ જાળવવા, પોતાના ઘરોમાં રહેવા અપીલ કરી હતી. વહીવટીતંત્ર દ્વારા જનતાને ડરવાની જરૂર નથી અને લાઇટ બંધ રાખવા વિનંતી પણ કરી હતી
મંગળવાર-બુધવારે રાત્રે ગુરદાસપુરમાં એક જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના અવાજથી ઘરોની દિવાલો પણ ધ્રૂજી ગઈ હતી. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યાં હતા.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે મંગળવાર-બુધવારની મધ્ય રાત્રિએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. દરમિયાન, ગુરદાસપુરના ટિબરી છાવણીથી લગભગ એક કિલોમીટર દૂર આવેલા પાંધેર ગામના ખેતરોમાં રાત્રે જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. ઘટનાની માહિતી મળતાં જ સેનાના જવાનો ઉપરાંત પોલીસ દળ પણ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું, જ્યાં સેના અને પોલીસે ખેતરોમાંથી કેટલાક અવશેષો એકત્રિત કરીને તપાસ શરૂ કરી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++