+

Breaking News: બનાસકાંઠામાં ભયંકર માર્ગ અકસ્માત, 6 લોકોનાં મોત થઇ ગયા

પાલનપુર-આબુ હાઇવે પર થયો અકસ્માત  પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો  બનાસકાંઠાઃ અમીરગઢ ઈકબાલગઢ નેશનલ હાઈવે પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોનાં મોત થયા છે. રોડ પર રોંગ સાઈડમાં આવતી ટ્

પાલનપુર-આબુ હાઇવે પર થયો અકસ્માત 

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો 

બનાસકાંઠાઃ અમીરગઢ ઈકબાલગઢ નેશનલ હાઈવે પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોનાં મોત થયા છે. રોડ પર રોંગ સાઈડમાં આવતી ટ્રકે કારને ટક્કર મારતા અકસ્માત થયો હતો.

રોંગ સાઈડમાંથી આવતી એક બેફામ ટ્રકે ઇનોવા કારને અડફેટે લેતા 6 લોકોનાં જીવ ગયા છે. 3 ઘાયલોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં છે, તેમની સ્થિતી પણ ચિંતાજનક છે.

અકસ્માત બાદ સ્થાનિક લોકો આવી ગયા હતા અને તેમને બચાવ કામગીરી શરૂ કરી હતી, પોલીસે પણ અકસ્માત સ્થળે જઇને સ્થિતી સંભાળી લીધી હતી, મૃતકોના પરિવારજનોને અકસ્માતની જાણ કરવામાં આવી છે.

facebook twitter