નવી દિલ્હીઃ પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પર હુમલાનો પ્રયાસ થયો છે, પદયાત્રા દરમિયાન એક શખ્સે તેમના પર લિક્વિડ ફેંક્યું હતુ, માલવિયાનગર વિસ્તારમાં આ ઘટના બની હતી.
પોલીસે હુમલો કરનાર શખ્સને ઝડપી લીધો છે, જેનું નામ અશોક ઝા હોવાનું સામે આવ્યું છે. આ મામલે દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, ભાજપના નેતાઓ તમામ રાજ્યોમાં રેલીઓ કરે છે, તેમના પર ક્યારેય હુમલો થતો નથી. અરવિંદ કેજરીવાલ પર સતત પ્રહાર થઈ રહ્યાં છે. નાંગલોઈમાં ભાજપે તેમના પર હુમલો કર્યો હતો, છતરપુરમાં તેમના પર હુમલો થયો હતો. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ભાજપને કારણે ખરાબ છે.
નોંધનિય છે કે પદયાત્રામાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના લોકો જોડાયા હતા, તે વખત આ શખ્સે અરવિંગ કેજરીવાલ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++