આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ?

07:39 PM May 19, 2026 | gujaratpost

આણંદઃ આ વખતે એસીબીએ જ્યાં ટ્રેપ કરી છે ત્યાનો કિસ્સો જ અલગ છે, તમે પણ આ વાંચીને બોલી ઉઠશો કે આ દુનિયામાં આવા પણ લોકો હોય છે, આ વખતે એક ડોક્ટરે દર્દી પાસે લાંચ લીધી છે. જેને તમે ભગવાન માનો છો.

ડોકટર ચિંતન સ્નેહલ શાહ, ઓર્થોપેડીક સર્જન (કરાર આધારિત), જનરલ હોસ્પિટલ આણંદ 3 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીની ઝપેટમાં આવી ગયા છે.

ગુનાનુ સ્થળ: ઓપરેશન થીયેટર રૂમની બહાર લોબીમાં, પ્રથમ માળ, જનરલ હોસ્પિટલ આણંદ

ફરીયાદીના સાહેદના હાથની આંગળીનુ ઓપરેશન જનરલ હોસ્પિટલમાં સરકારના નિયમ મુજબ વિના મુલ્યે કરવાનું હતુ, તેની જગ્યાએ મહાશય ડોક્ટરે 6500 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. અંતે 4,000 રૂપિયા નક્કિ કરીને 1,000 રૂપિયા લઇ લેવામાં આવ્યાં હતા. બાકીના નાણાં માંગવામાં આવ્યાં હતા, આ રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, જેમાં આરોપી ડોક્ટર લાંચ લેતા ઝડપાઇ ગયો હતો.

ટ્રેપીંગ અધિકારી: આર.એન.વિરાણી, પોલીસ ઇન્સ્પેકટર, આણંદ એ.સી.બી. પો.સ્ટેશન આણંદ તથા ટીમ 

સુપરવિઝન અધિકારી: એમ.એચ.પુવાર, મદદનીશ નિયામક, એ.સી.બી., અમદાવાદ એકમ
 
ઇન્ચાર્જ અધિકારી: હરેશ મેવાડા, નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ