ખંભાતમાં ACB ટ્રેપઃ 1,00,000 રૂપિયાની લાંચનો થયો પર્દાફાશ

10:01 AM Jul 24, 2024 | gujaratpost

આણંદઃ એસીબીએ વધુ એક ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. ખંભાતમાં સિટી સર્વે ઓફિસમાં એ.એસ.પારેખ નામના સિપ્રિટેન્ડેન્ટને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યાં છે, તેમને એક કામની અવેજ પેટે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને એસીબીએ તેમને લાંચની રકમ સાથે ઝડપી લીધા છે.

ફરિયાદીએ ખંભાત નગરપાલિકા હસ્તકની સરકારી જમીન ખરીદ કરવા કલેકટર આણંદની કચેરી ખાતે ઓનલાઈન અરજી કરેલી હતી. જે પ્રક્રિયા સંદર્ભે કલેકટર આણંદની કચેરી તરફથી અરજીમાં જણાવેલ જમીનના રેકર્ડની ચકાસણી કરીને સરકારના નિયમો અનુસાર જરૂરી દસ્તાવેજો તૈયાર કરીને સ્પષ્ટ અભિપ્રાય સાથે દરખાસ્ત કરવા સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી ખંભાતને સૂચના આપી હતી.

આ દરખાસ્ત તૈયાર કરાવવા તથા હકારાત્મક અભિપ્રાય આપવા આરોપીએ ફરીયાદી પાસે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, જે રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. જેમાં લાંચ લેતા જ અધિકારી એસીબીની ઝપેટમાં આવી ગયા હતા, હાલમાં તેમની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526