+

આ મહિને બાંગ્લાદેશમાં ચાર હિન્દુઓની હત્યા, કેટલાકના ગળા કાપી નાખ્યા, કેટલાકના મૃતદેહો લટકતા મળી આવ્યાં

ઢાકા: ડિસેમ્બર મહિનામાં બાંગ્લાદેશમાં ચાર હિન્દુ નાગરિકોની ક્રૂર હત્યાએ લઘુમતીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. તેમાંથી કોઇની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. કેટલાકને માર મારીને માર

ઢાકા: ડિસેમ્બર મહિનામાં બાંગ્લાદેશમાં ચાર હિન્દુ નાગરિકોની ક્રૂર હત્યાએ લઘુમતીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. તેમાંથી કોઇની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. કેટલાકને માર મારીને મારી નાખવામાં આવ્યાં હતા, જ્યારે કેટલાકે જાહેરમાં મૃતદેહોને શેરીમાં ગળે ફાંસી આપીને ભયનો સંદેશો આપ્યો હતો. મૃતકોમાં અમૃત મંડલ, દીપુ દાસ, જોગેશ ચંદ્ર રોય અને સુબર્ણા રોયનો સમાવેશ થાય છે. અલગ અલગ સ્થળોએ આ ઘટનાઓની મોડસ ઓપરેન્ડી અલગ અલગ હતી, પરંતુ એક વાત સામાન્ય હતી- મૃતકની ધાર્મિક ઓળખ.

જોગેશ અને તેની પત્નીનું ગળું કાપીને હત્યા કરવામાં આવી 

જોગેશ ચંદ્ર રોયની 7 ડિસેમ્બરના રોજ ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. તેમનું ગળું કાપી નાખવાના સમાચારથી સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો છે. જોગેશની પત્ની સુબર્ણા રોયની પણ હત્યા કરવામાં આવી હતી. તેમના મૃતદેહ બાંગ્લાદેશના રંગપુરમાં તેમના ઘરેથી ગળા કાપીને મળી આવ્યાં હતા. જોગેશ ચંદ્ર રોય મુક્તિજોધ હતા. તેઓ 75 વર્ષના હતા અને સુબર્ણા રોય 60 વર્ષના હતા.

દીપુ દાસને ટોળાએ માર મારીને મારી નાખ્યા હતા

સૌથી ભયાનક ઘટના દીપુ દાસની હત્યા હતી. 18 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશના મૈમનસિંઘમાં, એક ઉગ્ર ટોળાએ માર મારીને તેમની હત્યા કરી દીધી. ત્યારબાદ તેમના શરીરને જાહેરમાં રસ્તા પર ગળામાં ફાંસો બાંધીને લટકાવવામાં આવ્યું. ત્યાર બાદ તોફાનીઓએ તેમના શરીરને જૂતા અને ચંપલથી માર માર્યો. તેઓએ તેને આગ લગાવી દીધી.

અમૃત મંડલ પર ટોળા દ્વારા હુમલો

ચોથો અને તાજેતરનો કેસ અમૃત મંડલની હત્યાનો છે. 24 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે તેમના પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમને બચવાની કોઈ તક મળી ન હતી. એક ટોળું આવી પહોંચ્યું અને તેને સખત માર માર્યો. બાદમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા, પરંતુ 25 ડિસેમ્બરના રોજ સારવાર દરમિયાન તેમનું મોત થયું. આ ઘટના બાંગ્લાદેશના રાજબારીમાં બની હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter