+

અમરેલી ભાજપમાં ભડકોઃ ચલાલા નગરપાલિકાના પ્રમુખે 5 મહિનામાં જ રાજીનામું આપી દીધું

અમરેલીઃ જિલ્લાની ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળાએ જિલ્લા કલેકટરને રાજીનામું સુપરત કર્યું હતું.નયનાબેનની નિમણૂંક ભાજપ દ્વારા 5 મહિના પહેલા કરવામાં આવી હતી. તેમણે રાજીનામામાં કુટુંબિક કાર

અમરેલીઃ જિલ્લાની ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળાએ જિલ્લા કલેકટરને રાજીનામું સુપરત કર્યું હતું.નયનાબેનની નિમણૂંક ભાજપ દ્વારા 5 મહિના પહેલા કરવામાં આવી હતી. તેમણે રાજીનામામાં કુટુંબિક કારણો આગળ ધર્યા હતા.તેમણે જણાવ્યું કે કુટુંબિક કામકાજને કારણે તેઓ પ્રમુખ તરીકેની ફરજ યોગ્ય રીતે નિભાવી શકતા નથી.

પાંચ મહિના પહેલા પ્રમુખ તરીકેનો મેન્ડેટ નયનાબેન વનરાજભાઈ વાળા (ભયલુભાઈ) ના નામનો રજૂ કરતા તમામ નગરપાલિકાના ભાજપના સભ્યોએ મેન્ડેટ ને સમર્થન આપી નયનાબેનને પ્રમુખ તરીકે બિનરીફ વિજય બનાવ્યા હતા. ત્યારબાદ સદસ્યોનો આંતરિક કલહ અને વિખવાદને કારણે પ્રમુખ એક પણ જનરલ બોર્ડ બોલાવી શક્યા ન હતા. તેથી વિકાસના કામો પણ ખોરંભે પડ્યાં હતા. સભ્યોનો વિખવાદ અને આંતરીક કલહને ડેમેજ કંટ્રોલ કરવા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ પણ થોડા સમય પહેલા નગરપાલિકા ચલાલાની મુલાકાત કરી હતી અને બધા સભ્યોને વન બાય વન મળીને વિગતો જાણી ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયત્નો કર્યા હતા.

માત્ર પાંચ મહિનાના ટૂંકા ગાળામાં પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેતા ચલાલા અને જિલ્લામાં રાજકીય ક્ષેત્રમાં ચહલ પહલ મચી ગઈ હતી. જો કે પ્રમુખના પતિ ભયલુભાઈ વાળાનો દાવો છે કે ચલાલા શહેરના વિકાસના કામોમાં કોઈ સભ્યોએ સહકાર નહીં આપતા અમે કંટાળીને રાજીનામું આપી દીધું હતું 

facebook twitter