માથું જમીન પર પછાડી પછાડીને હત્યા કરી નાખી, અમેરિકામાં વધુ એક ભારતીયનું મોત, ટેક કંપનીના હતા કો-ફાઉન્ડર

08:24 PM Feb 10, 2024 | gujaratpost

વોશિંગ્ટનઃ અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં એક ભારતીય વ્યક્તિનું મોત થયું છે. 41 વર્ષીય વિવેક તનેજા એક રેસ્ટોરન્ટની બહાર બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા જ્યાં તેમનું મોત થયું હતું. મામલો 2 ફેબ્રુઆરીનો છે. પોલીસે હવે આ કેસ સાથે જોડાયેલી માહિતી એકત્ર કરીને તેની તપાસ કરી રહી છે.

પોલીસે કહ્યું કે 2 ફેબ્રુઆરીએ વિવેકની રેસ્ટોરન્ટની બહાર એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. અમે ત્યાં પહોંચ્યા તો વિવેક બેભાન અવસ્થામાં જોવા મળ્યો હતો. જમીન પર પટકાતાં તેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અહીં 5 દિવસ પછી 7 ફેબ્રુઆરીએ તેમનું મોત થઇ ગયું હતુ.

આરોપીઓની શોધ ચાલુ છે

પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. આરોપી પર ઈનામ પણ રાખવામાં આવ્યું છે. ઝઘડાનું કારણ પણ બહાર આવ્યું નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. વિવેક વર્જીનિયા રાજ્યમાં રહેતા હતા. તે એક ટેક કંપનીના માલિક હતા. તેમના વિશે પણ વધુ માહિતી બહાર આવી નથી.

4 ફેબ્રુઆરીએ ભારતીય વિદ્યાર્થી પર હુમલો થયો હતો

4 ફેબ્રુઆરીએ શિકાગોમાં એક ભારતીય વિદ્યાર્થી પર હુમલો થયો હતો. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં 3 હુમલાખોરો વિદ્યાર્થીનો પીછો કરતા જોવા મળ્યાં હતા. આ પછી ત્રણેય તેને માર માર્યો અને ફોન છીનવીને ભાગી ગયા હતા. વિદ્યાર્થી લોહીથી લથબથ જોવા મળ્યો હતો. બાદમાં તેને હોસ્પિટલ લઇ જવાયો હતો.

વિદ્યાર્થી ભોજન લેવા ઘરેથી નીકળ્યો હતો

ઘટના બાદ કેટલાક લોકો સૈયદ મઝહિર અલી (વિદ્યાર્થી)ની મદદ માટે આવ્યાં હતા. મઝહિરે તેમને કહ્યું કે હું ખાવાનું લેવા ઘરેથી નીકળ્યો હતો. મેં ખાવાનું ખરીદ્યું અને ઘરે પાછો જતો હતો. ત્યારે ત્રણ લોકો આવ્યાં અને મારો પીછો કરવા લાગ્યા. તેમને મારા પર હુમલો કર્યો. જ્યારે લોકો એકઠા થવા લાગ્યા ત્યારે તેઓ મારો ફોન છીનવીને ભાગી ગયા હતા.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post