+

અમદાવાદમાં રાજકીય પક્ષને દાન આપવાના નામે કરોડો રૂપિયાની હેરાફેરી, હજુ થશે અનેક ખુલાસા

(પ્રતિકાત્મક ફોટો) અમદાવાદઃ કેટલાક લોકો રાજકીય પક્ષ માટે દાન એકત્ર કરવાના નામે લોકો સાથે રીતે છેતરપિંડી કરી રહ્યાં છે. પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ ગુરુવારે આ માહિતી

(પ્રતિકાત્મક ફોટો)

અમદાવાદઃ કેટલાક લોકો રાજકીય પક્ષ માટે દાન એકત્ર કરવાના નામે લોકો સાથે રીતે છેતરપિંડી કરી રહ્યાં છે. પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી હતી. આસિસ્ટન્ટ પોલીસ કમિશનર હાર્દિક માકડિયાએ જણાવ્યું કે મોહમ્મદ આમિરની ભારતીય દંડ સંહિતા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

આ રીતે થઇ રહી હતી છેતરપિંડી 

આરોપીઓએ ન્યુટ્રે સીરીયલ પેકેજીંગ (NCP) નામની નકલી કંપની બનાવી હતી અને પછી લોકોને રાજકીય પક્ષને ચોક્કસ બેંક ખાતામાં દાન આપવા અને 100 ટકા કર મુક્તિ મેળવવાની અપીલ કરી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે NCPના નામે દાન માંગવા માટે અખબારોમાં જાહેરાતો આપીને 2.80 કરોડ રૂપિયા ભેગા કર્યાં અને 10 થી 15 લાખ રૂપિયા કમિશન મેળવ્યું હતું. આરોપીઓ 5 થી 10 ટકા કમિશન બાદ દાનની રકમ પરત આપતા હતા અને દાતાઓને વચન આપતા હતા કે તેઓ સમગ્ર રકમ પર ટેક્સ લાભ માટે અરજી કરી શકે છે.

બેરોજગાર વ્યક્તિના બેંક ખાતામાં દાન લેવા માટે વપરાય છે

આસિસ્ટન્ટ પોલીસ કમિશનર હાર્દિક માકડિયાએ જણાવ્યું કે, આ નકલી કંપની અમદાવાદમાં નોંધાયેલી હતી અને દાતાઓ પણ ત્યાંના જ હતા. આરોપીઓએ નોકરીની શોધ આવેલ એક વ્યક્તિને પણ છેતર્યો અને તેનું બેંક ખાતું ખોલાવ્યું હતું, જેનો ઉપયોગ દાન એકત્રિત કરવા માટે થતો હતો.

પીએમ મુદ્રા યોજનાના નામે છેતરપિંડી

ત્રણ દિવસ પહેલા ઉત્તરાખંડ STF એ પણ PM મુદ્રા લોન યોજનાના નામે દેશભરમાં છેતરપિંડી કરતી એક સાયબર ગેંગનો પર્દાફાશ કર્યો હતો અને તેના બે સભ્યોની ધરપકડ કરી હતી. એસટીએફના પોલીસ અધિક્ષક આયુષ અગ્રવાલે કહ્યું હતું કે ગેંગ લીડર દીપકરાજ શર્મા હજુ ફરાર છે  તેની શોધખોળ ચાલી રહી છે. દેહરાદૂનના પ્રેમનગર વિસ્તારમાંથી ધરપકડ કરાયેલા રાહુલ ચૌધરી ઉર્ફે રાહુલ કનૌજિયા (ઉ.વ-30) અને સિદ્ધાંત ચૌહાણ (ઉ.વ-22) પાસેથી 1,31,100 રૂપિયા રોકડા, 64 સિમકાર્ડ, 11 એટીએમ કાર્ડ, 10 મોબાઈલ મળી આવ્યા હતા. ફોન, બે બેંક પાસબુક અને 7 બેંકોની ચેકબુક પણ મળી આવી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter